ઉદ્યોગો ને પાણી ની સમસ્યા થી છુટકારો
મળશેમુખ્ય મંત્રી ના હસ્તે અંકલેશ્વર વિભાગીય કચેરી નું ઇ- લોકાર્પણ કરાયુ
નવી ઔધીયોગિક નીતિ હેઠળ MSME એકમો ને ૧૧ કરોડની સહાય ના ચેકો નું વિતરણ
ભારત દેશના સૌથી મોટા અને સર્વપ્રથમ ૧૦૦ એમ.એલ.ડી.ડિસેલીનેશન પ્લાન્ટ નું ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે લોકાર્પણ કર્યું હતુ.ગુજરાત ઔધીયોગિક વિકાસ નિગમ દ્વારા ૮૮૧ કરોડના ખર્ચે નવનિર્માણ પામેલ ડિસેલીનેશન પ્લાન્ટનો લોકાર્પણ સમારોહ દહેજ-૨ ઔદ્યોગિક વસાહત ખાતે યોજવામાં આવ્યો હતો.મુખ્ય મંત્રી ના હસ્તે અંકલેશ્વર વિભાગીય કચેરી નું ઇ- લોકાર્પણ કરાયુ હતુ.જ્યારે નવી ઔધીયોગિક નીતિ હેઠળ MSME એકમો ને ૧૧ કરોડની સહાય ના ચેકો અર્પણ કરવામાં આવ્યા હતા.
GIDC દ્વારા દહેજ ઔધીયોગિક વસાહત ખાતે ઉદ્યોગોની જરૂરિયાતને પહોંચી વળવા પાણી પુરવઠાના વૈકલ્પિક સ્ત્રોત તરીકે ૧૦૦ એમ.એલ.ડી. ડિસિલેશન પ્લાન્ટની સ્થાપના કરવાનું નક્કી કરાયુ હત.તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ના હસ્તે ખાતર્મુહુત કરાયુ હતુ.આ પ્લાન્ટ નું નિર્માણ કાર્ય પૂર્ણ થતા ગુજરાત રાજ્ય ના મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના હસ્તે લોકાર્પણ કરવામાં આવતા ઉદ્યોગ જગત માં ખુશી ની લહેર પ્રસરી જવા પામી હતી.૮૮૧.૧૯ કરોડ ના ખર્ચે તૈયાર થયેલ પ્રોજેક્ટનું સંચાલન અને મરામત GIDC અને લાભાન્વિત એકમો દ્ધારા સયુંકતપણે કરવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં કુલ ૨૩ એકમો એ ૬૭ એમ.એલ.ડી. ડેઝલ પાણી નો જથ્થો નોંધાવેલ છે.મુખ્યમંત્રીએ કલેક્ટર તુષાર સુમેરાના વિઝન હેઠળ ભરૂચ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભરૂચને શ્રેષ્ઠ અને રહેવાલાયક બનાવવાના નવતર અભિયાન ‘માય લિવેબલ ભરૂચ’ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો,જેના લોગોનું તેમણે ઈ-અનાવરણ કર્યું હતુ.મુખ્ય મંત્રી ના હસ્તે અંકલેશ્વર વિભાગીય કચેરી નું ઇ- લોકાર્પણ કરાયુ હતુ.જ્યારે નવી ઔધીયોગિક નીતિ હેઠળ MSME એકમો ને ૧૧ કરોડની સહાય ના ચેકો અર્પણ કરવામાં આવ્યા હતા.આ તબક્કે રાજ્ય કક્ષા ના ઉદ્યોગ મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યુ હતુ કે જે રીતે ગુજરાત નો ગ્રોથ વધી રહ્યો છે અને આજની દ્રષ્ટિએ ગુજરાત માં જે રીતે રોકાણ થઈ રહ્યા છે.જે બીજા રાજ્યો કરતા રોકાણ ની દ્રષ્ટિએ ગુજરાત પ્રથમ નંબરે જોવા મળે છે.રોજગારી ઉપલબ્ધ કરાવવામાં પણ ગુજરાત અગ્રેસર છે,તેવુ કેન્દ્ર ના એક સર્વેક્ષણમાં બહાર આવ્યુ છે.
નર્મદા નદીમાં ખારા પાણીનું પ્રમાણ વધતા ઉદ્યોગો ને કરોડો નું નુકશાન
નર્મદા નદીમાં પાણી ન સ્ત્રોતમાં ઘટાડો થવાથી નદીમાંથી ઉપાડવામાં આવતા પાણી મેળવવા ના સ્થળો નાંદ અને અંગારેશ્વર ખાતે ઉપલબ્ધ થતા પાણીમાં ભરતી ના સમયે દરિયાનું ખારું પાણી નદીમાં ધસી જવાથી ખારાશ નું પ્રમાણ વધ્યુ હતુ.જેને લઈ દર વર્ષે ખાસ કરીને જાન્યુઆરી થી જૂન માસ સુધી નદીમાંથી પાણી નો જથ્થો ઉપાડી શકાતો ન હતો.જેનાથી ઔધીયોગિક વસાહતમાં અપૂરતા પાણી ના જથ્થા ને કારણે ઉત્પાદન ક્ષમતા ઉપર પ્રતિકુળ અસર થતી હતી.જેને પગલે ઉદ્યોગો ને કરોડો નું નુકશાન વેઠવાનો વાળો આવતો હતો.દહેજ PCPIR વિસ્તારમાં હાલ કુલ ૪૫૪ MLD પાણી પુરવઠો નર્મદા નદી તેમજ કેનાલ મારફટ ઉપલબ્ધ કરવામાં આવે છે.જેમાંથી ૨૦૦ એમ.એલ.ડી. નો વપરાશ થઈ રહેલ છે
.ઉદ્યોગોએ પ્રદુષણ ઉપર નિયંત્રણ રાખવુ જરૂરી : જગદીશભાઈ વિશ્વકર્મા,ઉદ્યોગ પ્રધાન
દહેજ ખાતે સ્થાપિત ૧૦૦ એમ.એલ.ડી. ઇન્ડસ્ટ્રીયલ ડિસેલીનેશન પ્લાન્ટ ના લોકાર્પણ ટાણે બોલતા ગુજરાત રાજ્ય ના ઉદ્યોગ પ્રધાન જગદીશભાઈ વિશ્વકર્મા એ જણાવ્યુ હતુ કે સરકાર દ્ધારા ઉદ્યોગો ના વિકાસ તેમજ ઉત્થાન માટે અનેક યોજનાઓ ઘડી ને ઉદ્યોગો ને મદદરૂપ થવાની નીતિ અપનાવી રહી છે.ત્યારે ઉદ્યોગોને પર્યાવરણ ની સુરક્ષા અને જાળવણી બાબતે માર્મિક ટકોર કરતા જણાવ્યુ હતુ કે જાણે અજાણે પ્રદુષિત પાણી ના નિકાલ અંગે ઉદ્યોગોએ અંકુશ રાખવો પડશે
પાણી માટે દરિયા સુધી આવી ગયા હવે ક્યાં જઈશું : ભુપેન્દ્રભાઈ પટેલ,
મુખ્યમંત્રીદહેજ સ્થિત ૧૦૦ એમ.એલ.ડી. ડિસિલેશન ઇન્ડસ્ટ્રીયલ પ્લાન્ટ નું ઉદ્દઘાટન પ્રસંગે ઉપસ્થિત ઉદ્યોગકારો અને જનમેદની ને સંબોધતા રાજ્ય ના મુખ્યમંત્રી એ પાણી મહત્વતા સમજાવી હતી.અને આવનાર સમય માં પાણી ન સ્ત્રોત અંગે ચિંતા વ્યક્ત કરી હતી.પહેલા ના સમય માં લોકો જ્યાં પાણી હોય ત્યાંજ વસવાટ કરતા હતા.આજે લોકો પાણી માટે દરિયા કિનારે પહોંચી ગયા છે.પરંતુ હવે પછી પાણી ની જરૂરિયાત માટે લોકો કયાં જશે તેવો ગંભીર પ્રશ્ન કરી આવનાર સમયમાં પાણી ની સમસ્યા સંદર્ભે આશંકા વ્યક્ત કરી હતી.ઉદ્યોગો માટે પાણી નો દેશનો સૌ પ્રથમ ડિસેલીનેશન પ્લાન્ટ કાર્યરત થતા ૨૬ રૂપિયાની કિંમત નું પાણી ૧૦૦૦ લીટર ઉપલબ્ધ થશે.તેમણે કહ્યું કે, વડાપ્રધાનના દિશાદર્શનમાં રાજ્ય સરકાર સાણંદ ખાતે જાપાનીઝ ઇન્ડસ્ટ્રીયલ ટાઉનશીપ, ભરૂચ ખાતે બલ્ક ટ્રક પ્રોજેક્ટ, ભાવનગરમાં પ્લાસ્ટિક પાર્ક, રાજકોટમાં મેડિકલ ડિવાઈસીસ પાર્ક અને અમદાવાદમાં મલ્ટીમોડેલ લોજીસ્ટીક પાર્ક વિકસાવવા આવી રહ્યા છે, જે રાજ્યના વિકાસમાં યશકલગી સમાન બનશે.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા