Satya Tv News

લાન્સર આર્મી સ્કૂલમાં અભ્યાસ કરતો મનન ઓરડિયા અગાઉ ધોરણ-9માં નાપાસ થયો હતો

ભટાર વિસ્તારમાં રહેતા કાપડના વેપારીના પુત્રે પોતાની રૂમમાં ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. વેપારીનો પુત્ર લાન્સર આર્મી સ્કૂલમાં સીબીએસસી ધોરણ 12 કોર્મસમાં અભ્યાસ કરતો હતો. આગામી 25મીએ રિઝલ્ટ આવવાનું હોવાથી નાપાસ થવાના ડરે આપઘાત કર્યો હોવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.

ભટાર ક્રિષ્ણા કોમ્પલેક્ષ ખાતે રહેતા મુકેશભાઈ ઓરડીયા સુરત ટેક્સટાઇલ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે. તેમનો પુત્ર મનન (18) લાન્સર આર્મી સ્કૂલમાં ધોરણ 12 કોમર્સમાં અભ્યાસ કરતો હતો. બુધવારે રાત્રે મનને પોતાના રૂમમાં ફાંસો ખાઈ લીધો હતો. મનને રૂમમાં ફાંસો ખાધો હોવાની પરિવારને જાણ થતા મનનને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા.

જ્યાં ટુંકી સારવાર બાદ મનનનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા ખટોદરા પોલીસ હોસ્પિટલ દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. પરીક્ષામાં નાપાસ થવાના ડરે મનને આપઘાતનું પગલું ભર્યું હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. બનાવ સંદર્ભે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મુકેશભાઈને અન્ય એક નાનો પુત્ર છે તે પણ લાન્સર આર્મી સ્કુલમાં અભ્યાસ કરે છે.

મનન ઓરડિયા અગાઉ ધોરણ 9માં નાપાસ થયો હતો. ત્યાર બાદ ધોરણ 10માં તેના 72 ટકા આવ્યા હતા અને ધોરણ 11માં 55 ટકા જ આવ્યા હતા. હાલ તેણે ધોરણ 12ની પરીક્ષા આપી હતી અને આગામી 25 જૂનના રોજ તેનું રિઝલ્ટ આવવાનું હતું. જેથી પરીક્ષામાં નાપાસ થશે તેવો તેને ડર સતાવી રહ્યો હતોવાથી આપઘાતનું પગલું ભર્યું હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Created with Snap
error: