Satya Tv News

.છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લાના વિવિધ માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે.

પહેલા તો નેશનલ હાઇવે પર દરરોજ ચક્કાજામ સર્જાતુ હતુ.તેમાંથી માંડ છુટકારો મળ્યો હતો.ત્યાંજ નંદેલાવ બ્રિજ નો કેટલોક ભાગ ધરાશાયી થતા ટ્રાફિક સમસ્યામાં વધારો થવા પામ્યો હતો.બ્રિજ નો એક ભાગ ધ્વસ્ત થતા એક તરફ નો માર્ગ બંધ કરવાની ફરજ પડી હતી.જેને પગલે ભરૂચ ને જોડતા માર્ગો પર વારંવાર વાહનો ની લાંબી કતારો જોવા મળી રહી છે.જેની સીધી અસર નબીપુર- દયાદરા માર્ગ પર થવા પામી છે.ચક્કાજામ ની સ્થિતિ વચ્ચે વાહન ચાલકો સહિત સામાન્ય પ્રજા હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.આવુ કયાં સુધી ચાલશે તેનો જવાબ તો વહીવટી તંત્ર જ આપી શકે તેમ છે.બાકી આવા ટ્રાફિક જામના દ્રશ્યો છાશવારે જોતી પ્રજા ને હવે નવાઈ જેવું લાગતુ નથી.પ્રસ્તુત તસ્વીરમાં સવારના સુમારે નબીપુર-દયાદરા માર્ગ પર વાહનો ની લાગેલી લાંબી કતારો જોઈ શકાય છે.અત્રે ઉલ્લેખનીય છે કે દિવસે દિવસે વાહનો નું ભારણ વધી રહ્યુ છે,ત્યારે તંત્ર એ ટ્રાફિક સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવે એવી માંગ વાહન ચાલકોમાંથી ઉઠવા પામી છે

.ઝફર ગડીમલ – સત્યા ટીવી-વાગરા.

error: