Satya Tv News

જંબુસર ગણેશ પ્રોવિઝન સ્ટોરના માલિક અને વૃદ્ધા સળગાવવાની કોશિષનો મામલો

દુકાનદાર સાથે સિગરેટના પૈસા બાબતે માથાકૂટનો મામલે બની હતી ઘટના

ભરૂચ પોલીસે 21 આરોપીઓની ગણતરીના કલાકોમાં કરી ધરપકડ

જંબુસરના 21 આરોપીઓના 5

દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા

પોલીસે રિમાન્ડ મળતા તપાસને વધુ વેગવંતી બનાવી

જંબુસરના કાવી રિંગરોડ પરની ગણેશ પ્રોવિઝન સ્ટોરના માલિક તેમજ એક વૃદ્ધાને ટોળાએ સળગાવી દેવાની કોશિષના ગુનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ 21 આરોપીઓને ઝડપી જેલ ભેગા કર્યા હતા. કોર્ટે તેમના બુધવાર સુધીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કરતા પોલીસે તપાસને વધુ વેગવંતી બનાવી છે.

જંબુસરના કાવી રિંગરોડ પરની ગણેશ પ્રોવિઝન સ્ટોરના માલિક તેમજ એક વૃદ્ધાને ટોળાએ સળગાવી દેવાની કોશિષના ગુનામાં પોલીસે ગણતરીના કલાકોમાં જ 21 આરોપીઓને ઝડપી જેલભેગા કર્યા હતા. પોલીસે હૂમલામાં સંડોવાયેલાં અન્ય આરોપીઓની વિગતો મેળવવા સાથે કૃત્ય પુર્વ આયોજિત હતું કે કેમ તેની કડીઓ મેળવવા માટે તમામને કોર્ટમાં રજૂ કરતાં અદાલતે તેમના બુધવાર સુધીના 6 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યાં હતાં. જોકે, આરોપીઓને રિમાન્ડમાં લઇ જતાં લાવતાં સમયે ભારેભીડ હોઇ માહોલ વણસે તેવી ભિતી સેવાઇ રહી હતી.

પરંતુ પોલીસે ચુસ્ત બંદોબસ્ત રાખ્યો હોવાઇ કોઇ અનિચ્છનિય બનાવ બન્યો ન હતો.જંબુસરના કાવી રીંગ રોડ પર આવેલા ગણેશ પ્રોવિઝન સ્ટોર ઉપર સિગરેટના પૈસા બાબતે દુકાનદાર અને તેને બચાવવા આવેલી મહિલા પર જ્વલનશીલ પ્રવાહિ નાખી સળગાવવાનો પ્રયાસ થયો હતો. ઘટનાને પગલે પોલીસે તુરંત એક્શન આવી ફરાર યુવાનોના વાહન નંબર સહિતની મદદથી તેમની ઓળખ કરી 21 આરોપીઓને ઝડપી પાડ્યાં હતાં.શુક્રવારે તમામ ઝડપાયેલાં આરોપીઓને પોલીસે કોર્ટ રજૂ કરી તેમના અન્ય સાગરિતોની વિગતો મેળવવા તેમજ હત્યાની કોશિષ જેવા ગુનામાં તેઓનું કૃત્ય પુર્વઆયોજિત હતું કે કેમ તે સહિતના મુદ્દાઓ સાથે રિમાન્ડની માંગણ કરતાં કોર્ટે તેમના બુધવાર સુધીના 6 દિવસના રિમાન્ડ મંજૂર રાખ્યાં છે.જેને લઇ પોલીસે તપાસને વધુ વેગવંતી બનાવી છે.

વિડીયો જર્નાલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર

error: