Satya Tv News

અમેરિકામાં અવારનવાર ગુજરાતીઓની લૂંટના ઇરાદે હત્યા કરવામાં આવતી હોય છે. ત્યારે મૂળ સુરતના અને હાલ અમેરિકામાં સ્થાયી થયેલા 69 વર્ષના જગદીશ પટેલની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

આ અંગે વિગતવાર સમાચાર જોઇએ તો, 25મી જૂને શનિવારે નાઇટમાં તેઓ મોટેલની ઓફિસમાં બેઠા હતા. તે દરમિયાન મોટેલના રૂમમાં રહેતા એક શખ્સે ઓફિસમાં આવી જગદીશ પટેલ સાથે માથાકૂટ કરી બે રાઉન્ડ ફાયરિંગ કર્યુ હતું. જગદીશ પટેલને એક ગોળી માથામાં અને બીજી પેટમાં વાગી હતી. મોટેલનો સ્ટાફ તેમને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં 30મી જૂને જગદીશ પટેલનું સારવાર દરમિયાન મોત થયું હતું.

આરોપી નો ફોટો

આ મોટેલમાં આરોપી ડાર્નેલ બ્રાઉન 2 દિવસથી રહેતો હતો. હત્યારો રૂમનું ભાડું ન આપતો હોવાથી બંને વચ્ચે માથાકૂટ થઈ હતી. જેમાં આરોપી બ્રાઉને જગદીશ પટેલને માથામાં અને પેટમાં ગોળી મારી દીધી હતી.

જગદીશ પટેલનો પરિવાર વર્ષ 2007થી અમેરિકામાં સ્થાયી થયો હતો. તેમના પુત્ર અને વહુ બન્ને અમેરિકાના શિકાગોમાં ડોકટર છે. જગદીશ પટેલ સચિન પોપડાના વતની છે. જગદીશ પટેલ કાંઠા વિસ્તારમાં સારા ક્રિકેટર પણ હતા. તેઓ એમટીબી આર્ટસ કોલેજમાં કિકેટ ટીમના કેપ્ટન પણ રહી ચૂકયા હતા.

error: