Satya Tv News

રાહુલ ગાંધીના એક વિડિયો બાબતે કોંગ્રેસે ભાજપ સમક્ષ માફીની માગણી કરી છે.ભાજપના કેટલાક નેતાઓએ રાહુલ ગાંધીનો વિડિયો જુદા સંદર્ભમાં શેર કર્યો હોવાના મુદ્દે હોબાળો થયો છે.

કોંગ્રેસના નેતા જયરામ રમેશે ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડાને પત્ર લખીને રજૂઆત કરી છે કે પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ, સાંસદ સુબ્રત પાઠક, ધારાસભ્ય કમલેશ સૈની સહિતના ઘણાં ભાજપના નેતાઓએ રાહુલ ગાંધીનો કેરળના વાયનાડના સંદર્ભમાં બોલાયેલો એક વિડિયો ઉદયપુરની ઘટના સાથે જોડીને ગેરસમજ ફેલાય એવું વાતાવરણ સર્જ્યું છે. જો એ મુદ્દે ભાજપના નેતાઓ માફી નહીં માંગે તો તેમની સામે કાયદેસર કાર્યવાહી થશે.

કોંગ્રેસના કહેવા પ્રમાણે એક સમાચાર ચેનલે રમૂજી અહેવાલમાં એ વિડિયોનો ઉપયોગ કર્યો હતો. એ પછી ભાજપના ઘણાં નેતાઓએ ઉદયપુરની ઘટના સાથે જોડીને એને શેર કર્યો છે. વિડિયોમાં રાહુલ ગાંધી વાયનાડમાં કોંગ્રેસની ઓફિસમાં તોડફોડ કરનારા યુવાનોના સંદર્ભમાં વાત કરે છે. તેમના તરફ ખાસ ધ્યાન ન આપીને આગળ વધવાની વાતને કેટલાય નેતાઓએ ઉદયપુરની ઘટના સાથે જોડી હોવાથી આ વિવાદ સર્જાયો છે
.

error: