Satya Tv News

અસમના 30 વર્ષીય એક્ટર કિશોર દાસનું 2 જુલાઈ, શનિવારના રોજ અવસાન થયું હતું. છેલ્લાં એક વર્ષથી કિશોરને કોલન કેન્સર હતું. કિશોરના અવસાનથી માત્ર પરિવાર જ નહીં, ચાહકોને પણ ઘેરો આઘાત લાગ્યો છે.

કિશોર દાસની સારવાર ચેન્નઈની પ્રાઇવેટ હોસ્પિટલમાં ચાલતી હતી. હોસ્પિટલમાં જ તેણે અંતિમ શ્વાસ લીધા હતા. કિશોર માર્ચ, 2022થી અહીંયા સારવાર કરાવતો હતો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, જીવનના અંતિમ દિવસોમાં તેને કોરોના થયો હતો. આ જ કારણે તેને વધુ મુશ્કેલીઓ થઈ હતી.

કિશોર દાસે હોસ્પિટલમાંથી થોડાં દિવસ પહેલાં જ તસવીર શૅર કરી હતી. કિશોર દાસને સ્ટેજ ફોરનું કેન્સર હતું અને તેની કીમોથેરપી ચાલતી હતી. કીમોને કારણે તેને ઘણી જ તકલીફ પડતી હતી. કિશોરે કહ્યું હતું કે તેને નબળાઈ, વોમિટિંગ, ચક્કર જેવી સમસ્યા થાય છે.

કિશોર સો.મીડિયામાં નિયમિત રીતે પોસ્ટ શૅર કરીને તબિયત અંગે વાત કરતો હતો. તેણે કહ્યું હતું કે તે ડૉક્ટરની સલાહ વગર તે બીજી કોઈ દવા પણ લઈ શકતો નથી. જ્યારે તેને કેન્સરના ચોથ સ્ટેજની જાણ થઈ તો તેનું જીવન એકદમ જ બદલાઈ ગયું હતું. તેને કીમોથેરપી દરમિયાન ઘણી જ તકલીફ થતી હતી.

કિશોર દાસે 300થી વધુ મ્યૂઝિક વીડિયોમાં કામ કર્યું છે. તેનું ગીત ‘તુર્રુત તુર્રુત’ ઘણું જ લોકપ્રિય થયું હતું. સો.મીડિયામાં કિશોર દાસનો બહોળો ચાહક વર્ગ હતો.

કિશોર દાસે ટીવી સિરિયલ ‘બંધુન ઔર બિધાતા’માં મહત્ત્વનો રોલ પ્લે કર્યો હતો. તેણે અનેક શોર્ટ ફિલ્મમાં કામ કર્યું છે. કિશોર ‘ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ’ તથા ‘ડાન્સ ઇન્ડિયા ડાન્સ’માં પણ જોવા મળ્યો હતો. ‘મોડલ હંટ’માં કિશોર દાસ ફર્સ્ટ રનરઅપ રહ્યો હતો. 2020-21માં કિશોર દાસને એશિયાનેટ આઇકન અવોર્ડ ફોર મોસ્ટ પોપ્યુલર એક્ટરથી સન્માનિત કરવામાં આવ્યો હતો.

error: