હિમાચલના કુલ્લુમાં સોમવારે સવારે એક મોટી દુર્ઘટના ઘટી છે. પ્રવાસીઓની પ્રાઇવેટ બસ ખીણમાં પડી ગઈ છે. આ ઘટનામાં બાળકો સહિત 16 લોકોનાં મોત થંયા છે. અમુક ઘાયલ લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે બસમાં 45 લોકો હતો.
કુલ્લુમાં દુર્ઘટના પછી મોટી સંખ્યામાં સ્થાનિક લોકો દોડી આવ્યા હતા.
ન્યૂઝ એજન્સી એએઆઈ મુજબ, કુલ્લુમાં સૈંજ ખીણમાં સવારે 8 વાગ્યે આ દુર્ઘટના સર્જાઈ હતી. ડિસ્ટ્રિક્ટ કમિશનરનું કહેવું છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. બસમાં સ્કૂલનાં બાળકો હતાં.
દુર્ઘટના અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું છે. પીએમએ કહ્યું કે હિમાચલ પ્રદેશના કુલ્લુમાં સર્જાયેલી દુર્ઘટના હૃદયદ્રાવક છે. આવા દુ:ખદ ક્ષણોમાં મારી સંવેદના મૃતકોના પરિવાર સાથે છે. મને આશા છે કે ઘાયલો ઝડપથી સાજા થઈ જશે.