ભરૂચ જિલ્લામાંથી કોરોનાની લહેર વખતે ઓપરેશન ફેક ડૉક્ટર્સ સર્ચમાં ૩૦ જેટલા બોગસ ડૉક્ટર્સ ઝડપાયા હતા
વાગરા તાલુકામાં ઝોલાછાપ ડોકટરો એ દવાખાના ખોલી ગેરકાયદે પ્રેક્ટિસ કરવા મંડી પડ્યા હતા.ભરૂચ એસ.ઓ.જી એ ઓપરેશન પાર પાડી દહેજના જાગેશ્વર અને લખીગમાંથી ચાર બોગસ તબીબોને ૫૬ હજારની દવાઓ સાથે ઝડપી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.જેને પગલે ગેરકાયદે પ્રેક્ટિસ કરતા ઝોલાછાપ ડૉક્ટરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
ભરૂચ જિલ્લો દેશના ખૂણે ખૂણે થી આવતા લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રોજગારી પૂરી પાડે છે.જેને પગલે દરેક પ્રાંતના લોકો ઔધોગિક હબ ધરાવતા ભરૂચ જિલ્લામાં ઉમટી પડ્યા છે.જેનો ફાયદો લઈ સેંકડો જાલી ડૉકટરો ઉદ્યોગ નગરી માં પોતાના હાટડાઓ ચાલવી રહ્યા છે.એમાંયે પશ્ચિમ બંગાળના બંગાળી બાબુને જાણે કે વગર ડિગ્રીએ દવાખાના ઓ ચલાવવાનો પરવાનો મળી ગયો હોય તેમ ફલિત થઈ રહ્યુ છે.કોરોનાની ત્રીજી લહેરમાં ભરૂચ જિલ્લા પોલીસે ઔદ્યોગિક અને આદિવાસી વિસ્તારમાં ભાડે દુકાનો લઈ ડોકટરનો ધીકતો ધંધો કરતા બોગસ તબીબોને ઝડપી પાડવા વિશેષ અભિયાન ચલાવાયુ હતુ.જેમાં ત્રીસ જેટલા નકલી તબીબોને લાખોના મેડિકલ સાધનો અને દવાઓના મુદ્દામાલ સાથે ઝબ્બે કર્યા હતા.
કોરોના ની અસર નહિવત થઈ જતા ઝોલા છાપ તબીબો જાણે અટકી ગયા હોય તેવી સ્થિતિ નિર્માણ પામી હતી.ત્યાંજ લોકોના આરોગ્ય સાથે રમત રમતા ડિગ્રી વગરના ડોક્ટરો ને ભરૂચ ના સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે ઝડપી પાડવા ગતિવિધિ તેજ કરી હતી.જેમાં SOG પોલીસે વાગરા તાલુકાના દહેજ પંથકમાં આવેલા લખીગામ અને જાગેશ્વરમાંથી ચાર બંગાળી બાબુઓને વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરતા ઝડપી પાડયા હતા.




SOG પી.આઈ.વી.બી. કોઠીયા સાથે પોલીસ સ્ટાફ ના સુરેશ વણઝારા, શૈલેષ વસાવા, પ્રદીપભાઈ સહિતનાઓએ લખીગામ ચોકડી પરથી ઉત્તમ સુશાંતા મોંડળ, શંકર સ્વપ્ન દેબનાથ અને જાગેશ્વર ખાતેથી બીશ્વજીત ત્રિનાથ બીશ્વાસ તેમજ મધુમંગલ જયદેવ બીશ્વાસને દબોચી લીધા હતા.પોલીસે તેમની પાસે થી ૫૬ હજારની રૂપિયાની દવાઓના જથ્થા સાથે ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી હતી.પોલીસ ની કાર્યવાહી ને પગલે બોગસ ડૉકટરો માં રીતસર નો ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ સત્યા ટીવી વાગરા