Satya Tv News

ગુજરાતમાં ધીમે ધીમે કોરોના દેખાડો કરી રહ્યો છે. ત્યારે આજે નવા કોરોનાના વધુ 419 કેસ પોઝિટિવ આવ્યા છે. જેની સામે 454 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 3511 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 1 દર્દીની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. આજે કોરોનાને લીધે 1 દર્દીનું મૃત્યુ થયું છે. છેલ્લા 3 મહિનામાં 10 એપ્રિલના રોજ 1, 7 મેના રોજ 1, 10 મેના રોજ 1 દર્દીનું મોત થયું હતું જે બાદ આજે મહેસાણા જિલ્લાના દર્દીનું મોત થયું છે.

જો જિલ્લા પ્રમાણે કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદમાં ગત દિવસોની સરખામણીએ કોરોના કેસની સંખ્યામાં મોટો ઘટાડો આવ્યો છે. પણ ગુજરાતમાં સૌથી વધુ કે આજે અમદાવાદમાં 155 જેટલા નોંધાય છે. તે ઉપરાંત સુરતમાં 96, વડોદરામાં 40 કેસ, મહેસાણામાં 19 કેસ, ભાવનગર 17 કેસ, મોરબી 12 વલસાડ 11 ગાંધીનગર 17 કેસ નોધાયા, રાજકોટ 12 ભરૂચ 7 કચ્છ 7 નવસારી 7 જામનગર 6, સુરેન્દ્ગનગર 3 આણંદ 2 પાટણ 2 પોરબંદર 2 કેસ, સાબરકાંઠા 1 ભાવનગર 1 કેસ દાહોદ 1 કેસ, તાપી 01 કેસ બહાર આવ્યો છે.

ચિંતાની વાત એ છે કે 20 જુનથી 3 જુલાઇ સુધીમાં 6055 કેસ કોરોનાના ગુજરાતમાં નોંધાયા છે જ્યારે જ્યારે છેલ્લા 7 દિવસની સરખામણીએ એવરેજ 510 કેસ રાજ્યમાં બહાર આવી રહ્યા છે.

error: