માંડવી ઉમરપાડા રોડ પરથી પસાર થઈ રહેલા બાઇક સવારને સામેથી આવતા ઇકો કાર ચાલકે પુર ઝડપે અને ગફલત ભરી રીતે આવી અડફેટમાં લેતા બાઈક સવાર બે યુવાનો પૈકી એકનું મોત નીચું હતું. પોલીસ સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર વાંસદા તાલુકાના સીંગાડ ગામના વતની દિલીપભાઈ નરોતમભાઈ કોઠવાડિયા પોતાના ઓળખીતા નિકુંજ ભાઈ પટેલની બાઈક (GJ.21BM.3359) પર સવાર થઈ દેવમોગરા માતાજીના દર્શને ગયા હતા.
આ ઉપરાંત એમના ગામના જ અન્ય 10 યુવાનો પણ પાંચ બાઈક પર સાથે જ નીકળ્યા હતા દેવમોગરા માતાજીના દર્શન કરી તમામ બાઈક સવારો પોતાના વતન પરત ફર્યા હતા તે દરમિયાન ઉમરપાડાથી માંડવી રોડ પર લીમધા ગામની સીમ આગળ આવતા સામેથી પૂર ઝડપે અને ગફલતભરી રીતે આવતી ઇકો કાર (GJ.05RG.2524)ના ચાલકે નિકુંજ પટેલની બાઇકને અડકટમાં લઈ લેતા નિકુંજભાઈ તથા દિલીપભાઈ બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. 108 ને જાણ કરાતા બન્ને બાઇક સવારો ને સુરત સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં સારવાર પહેલા જ ફરજ પરના તબીબે દિલીપભાઈને મરણ ગયેલ જાહેર કર્યા હતા. ત્યારબાદ માંડવી પોલીસને જાણ થતાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.