વડોદરામાં એક યુવકે આત્મહત્યા કરી છે, જે ઘટના CCTVમાં કેદ થઈ છે. અકોટાના યુવકે મકરપુરાની કંપનીમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. આત્મહત્યા પૂર્વે યુવક તણાવમાં ફરી રહયો હોવાના અને બાદમાં પટ્ટા વડે ગળે ફાંસો ખાતા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. 27 વર્ષીય મિકનિકલ એન્જિનિયર યુવકે કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. મળતી માહિત પ્રમાણે મૃતક યુવકનું નામ યશ અગ્રવાલ છે અને તેના 4 માસ પૂર્વજ લગ્ન થયા હતા. યુવકે અચાનક આ પગલું કેમ ભર્યું તેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે.