Skip to main content

Satya Tv News

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર પતિ ને બંને બાળકો તૈમુર ને જેહ સાથે હાલમાં ઇંગ્લેન્ડમાં વેકેશન મનાવી રહી છે.આ દરમિયાન કરીનાએ ફેમિલી વેકેશનની તસવીરો શૅર કરી હતી. આ તસવીરમાં સૈફ તથા કરીના રોમેન્ટિક મૂડમાં જોવા મળ્યા હતા.

કરીના કપૂરે શૅર કરેલી તસવીરમાં સૈફ અલી ખાન દરિયા કિનારે પત્નીને કિસ કરે છે. આ તસવીરો શૅર કરીને કરીનાએ કેપ્શન આપ્યું હતું, ‘બીચ પર જેકેટ અને કિસ.ઇંગ્લિસ ચેનલ.’ ઇંગ્લેન્ડમાં ગરમી છે?કરીનાની આ પોસ્ટ સેલેબ્સ ઉપરાંત ચાહકોને પણ ઘણી જ પસંદ આવી હતી. યુઝર્સે આ બંનેને ‘ફેવરિટ કપલ’, ‘સુપર કપલ’ કહ્યા હતા.

કરીના કપૂર લંડનમાં ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રા,ફ્રેન્ડ નતાશા પુનાવાલાને પણ મળી હતી. આટલું જ નહીં કરીનાની ફોઈ રીમા જૈન પણ લંડનમાં છે. કરીનાએ ફોઈ સાથે લંચ પણ કર્યું હતું.

કરીનાએ હાલમાં જ નેટફ્લિક્સની વેબ સિરીઝનું શૂટિંગ પૂરું કર્યું હતું. આ સિરીઝ જાપાનીઝ નોવેલ ‘ડિવોશન ઑફ સસ્પેક્ટ X’ પર આધારિત છે. આ ઉપરાંત કરીનાની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ 11 ઓગસ્ટે રિલીઝ થશે. સૈફ અલી ખાનની વાત કરીએ તો તે ‘વિક્રમ વેધા’માં હૃતિક રોશન સાથે જોવા મળશે.

error: