Satya Tv News

શિનોર સરપંચ સામે એટ્રોસિટી હેઠળ ફરિયાદ દાખલ થયાને થયો એક મહિનો
હજુ પણ ઉપ સરપંચ પોલીસ પકડ થી દુર
આદિવાસી યુવાન દ્વારા સાધલી આઉટ પોસ્ટ ખાતે ધરણા
સરપંચની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ

શિનોર તાલુકાના સાધલી ગામે ઉપ સરપંચ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ થયાને એક મહિનો થવા આવ્યો છતાં ઉપ સરપંચ પોલીસ પકડ થી દુર રહેતાં આદિવાસી યુવાન દ્વારા પોતાના પરિવારજનો સાથે સાધલી આઉટ પોસ્ટ ખાતે ધરણા પર બેસી ઉપ સરપંચ ની તાત્કાલિક ધરપકડ કરવાની માંગ કરાઈ હતી

શિનોર તાલુકાના સાધલી ગામે લાલજી નગર માં રહેતાં અને ગ્રામ પંચાયત કચેરી સાધલી ખાતે હંગામી ધોરણે કારકુન તરીકે ફરજ બજાવતાં સંજયભાઈ વસાવા એક મહિના અગાઉ તબિયત સારી ન હોવાથી સાધલી ગ્રામ પંચાયત કચેરી ખાતે પત્ની સાથે રજા માંગવા માટે ગયા હતાં. તે દરમ્યાન ગ્રામ પંચાયત કચેરી માં હાજર ઉપ સરપંચ સંકેત પટેલ દ્વારા સંજય વસાવા ને જાતિ વિષયક અપશબ્દો બોલીને અપમાનિત કરવામાં આવ્યો હતો.જે બનાવ સંદર્ભે સંજય વસાવા દ્વારા ઉપ સરપંચ સંકેત પટેલ વિરૂધ્ધ એક્ટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરાવવામાં હતી.પરંતુ આ ફરિયાદ દાખલ થયાં ને એક મહિનો થવા આવ્યો છતાં ઉપ સરપંચ પોલીસ પકડ માં આવ્યો નથી.જેને લઈ આજરોજ ફરિયાદી સંજય વસાવા પોતાના પરિવારજનો સાથે હાથ માં ન્યાય આપો ન્યાય આપો અને આરોપીની ધરપકડ કરો સહિત ના સ્લોગન લખેલા પ્લેય કાર્ડ સાથે સાધલી આઉટ પોસ્ટ ખાતે ધરણા શરૂ કરવામાં આવ્યા છે.ફરિયાદી આદિવાસી યુવાન દ્વારા ઉપ સરપંચ ની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.

વિડિઓ જર્નલિસ્ટ રાજેશ વસાવા સાથે સત્યા ટીવી શિનોર

error: