બાકરોલ-વડતાલ રોડ પર સ્થિત ગુરૂકુળમાં હોબાળો થયો છે. અહીં અભ્યાસ કરતા બાળકોના વાલીઓએ હોબાળો કરીને હોસ્ટેલના રેક્ટર સાથે ઝપાઝપી કરી છે. સાથે જ સ્વામિનારાયણ ગુરૂકુળમાં બાળકો સાથે બિભત્સ ગાળો બોલાતી હોવાના પણ ગંભીર આક્ષેપ કર્યા છે. સાથે જ બાળકોને પૂરતો નાસ્તો અને ભોજન ન અપાતું હોવાનો અને શિક્ષકો વિદ્યાર્થીઓને માર મારતા હોવાના આક્ષેપો લગાવ્યા છે. ઉપરાંત બાળકોને મળવા દેવામાં ન આવતા હોવાનો દાવો પણ વાલીઓએ કર્યો છે. જેથી પોલીસની ટીમ ગુરૂકુળ પહોંચી છે.
અમારો છોકરો 8માં ધોરણમાં ભણે છે. અહીંયા હોસ્ટેલમાં તેણે મૂક્યો છે. તેણે ટૉર્ચર બહુ કરવામાં આવે છે. તેણે બેટ લઈને માર મારવામાં આવ્યો, ખાવાનું પણ એટલું ગંદુ આપે છે કે છોકરાઓ ખાઈ પણ નથી શકતા. મારો છોકરો છેલ્લા 10 દિવસથી બીમાર છે. ટોઈલેટ બાથરૂમની પણ હાલત બદતર છે. માટે મારા છોકરાને મૈ અહીથી ઉઠાવી લીધો છે. નાવાનું પાણી અને પીવા પાણીમાં પણ વાસ આવતી હોવાનો ઘટસ્ફોટ વાલીઓએ કર્યો હતો.
આત્મસ્વરૂપ સ્વામી, સંચાલકસ્વામીએ સમગ્ર બાબતે નિવેદન આપતા કહ્યું કે આજ સવારથી અમુક વાલીઓ અહી પ્રોબેલમને નિવારવા નહિ પણ જાણી જોઈને વધારવા આવ્યા છે. એમણે ગમે તેમ કરી તેમના બાળકોને અહીંયાથી લઈ જવા છે. અહી કોઈ પણ બાળકોનું શોષણ થતું નથી કે માર પણ મારવામાં આવતો નથી. બાળકોને હોસ્ટેલમાં રહેવું જ નથી એટલે વાલીઓ ગમે તેમ કરી ખોટા આરોપો મૂકી અહીથી લઈ જવા મથે છે અમે તેમણે છૂટ આપી છે.
આચાર્યએ કહ્યું કે નાની નાની થોડી સમસ્યા હશે પણ વાસ્તવિકતા એ છે કે તેમણા છોકરાને અહિયાં ગમતું નથી. હજુ તો આવ્યાને 20 દિવસ જ થયા છે. આ પહેલા 2 વર્ષ શાળાઑ બંધ હોવાને કારણે છોકરાઓને તમામ પ્રકારની છૂટ મળી હતી. અને અહિયાં હૉસ્ટેલના નિયમ પ્રમાણે 5 વાગ્યે જાગવું પડે 7 વાગ્યે ભણવા જવું પડે અને ત્યારબાદ રેસ્ટ લઈ લેશન કાર્ય પણ કરવું પડે જેથી નવા બાળકોને આ પોશાંતુ નથી. એટલે પાયાવિહોણા આરોપ કરે છે. રહી મારવાની વાત ઓ છોકરાઓ અંદરો અંદર કોઈ વખત ઝઘડે છે અને આરોપ શિક્ષક પર લગાવી અહીથી જવાના નુસખા શોધે છે. અહી બાળકોને કોઈ મારે તો તેની સામે ત્વરિત પગલાં લેવાય છે.