દેશની સામાન્ય જનતાને મોંઘવારીમાં પડતા માથે પાટુ જેવી સ્થિતિ આવી રહી છે. ત્યારે હવે જનતાને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. દેશમાં ગેસ કંપનીઓએ ઘરેલૂ રસોઈ ગેસ સિલેન્ડરના ભાવમાં વધારો કર્યો છે. ઈંડિયન ઓયલની વેબસાઈટ પર મળેલી જાણકારી અનુસાર, 14.2 કિલોના ઘરેલૂ રસોઈ ગેસ સિલેન્ડરની કિંમતોમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જે બાદ તેની કિંમત હવે 1003 રૂપિયાથી વધીને 1053 રૂપિયા થઈ ગઈ છે.
આ ઉપરાંત 5 કિલોવાળા ઘરેલૂ સિલેન્ડરના ભાવમાં પણ 18 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે 19 કિલોવાળા કોમર્શિયલ સિલેન્ડરના ભાવમાં 8.50 રૂપિયા ઘટી ગયા છે.