Satya Tv News

આમોદ પાલિકા કચેરી સામે મહિલાઓએ માટલાં ફોડ્યાં

પ્રમુખ કચેરીમાં હાજર નહીં ​​​​​​​હોવાથી ફોન કરી ઉધડો લીધો

આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ પ્રમુખની ચેમ્બરમાં ઘુસી ગયા

આમોદની ફૈયાઝ પાર્ક સોસાયટીની મહિલાઓને છેલ્લા ઘણાં સમયથી પીવાનું તેમજ વાપરવાનું પાણી ના મળતું હોય મહિલાઓ આજે રણચંડી બની રૂદ્ર સ્વરૂપ ધારણ કરી આમોદ પાલિકામાં સૂત્રોચ્ચાર સાથે ધસી આવી પાલિકા કચેરી બહાર માટલા ફોડ્યા હતાં. પાલિકા કચેરીએ પહોંચેલી મહિલાઓ સાથે આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ પ્રમુખની ચેમ્બરમાં ઘુસી ગયા હતાં.

આમોદની ફૈયાઝ પાર્ક સોસાયટીની મહિલાઓને છેલ્લા ઘણાં સમયથી પીવાનું તેમજ વાપરવાનું પાણી ના મળતું હોય મહિલાઓ આજે રણચંડી બની રૂદ્ર સ્વરૂપ ધારણ કરી આમોદ પાલિકામાં સૂત્રોચ્ચાર સાથે ધસી આવી પાલિકા કચેરી બહાર માટલા ફોડ્યા હતાં.જોકે પાલિકામાં પ્રમુખ ઉપપ્રમુખ કે કોઈ જવાબદાર અધિકારી ના મળતાં મહિલાઓ થોડો સમય પ્રમુખની ચેમ્બરમાં જ બેસી ગઈ હતી.ત્યાર બાદ પોતાના વોર્ડ નંબર છ ના મહિલા સદસ્ય અને પાલિકાના ઉપપ્રમુખ ઉષાબેન પટેલને ફોનથી જાણ કરતા તેઓ પોતાના મકાનનો સ્લેબ ભરાતો હોય પાલિકાએ આવી શક્યા નહોતાં.

જેથી ગુસ્સે ભરાયેલી મહિલાઓ અને આમ આદમી પાર્ટી ના કાર્યકરોએ ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી, નહીં ચલેગીના સૂત્રોચ્ચાર સાથે પાલિકાથી તિલક મેદાનથી મેઈન બજાર વિસ્તાર મચ્છી માર્કેટ થી હિંમતપુરામાં ઉપપ્રમુખના ઘરે જઈને પાણી માટે હલ્લો બોલાવી તેમનો ઘેરાવો કર્યો હતો.

અને ‘જો પાણી ના આપી શકો તો રાજીનામુ આપો’ની માંગણી કરી હતી ત્યારે આમોદ પાલિકા ઉપપ્રમુખ ઉષાબેન પટેલે પ્રમુખને ફોન કરી તેમનો પણ ઉધડો લીધો હતો અને જણાવ્યું હતું કે તમે પાલિકા કચેરીએ ના મળતા આજે મારા ઘરે ટોળું ધસી આવ્યું.ત્યાર બાદ સાંજ સુધીમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવશેની ઉપપ્રમુખે મૌખિક બાહેધરી આપ્યા બાદ મહિલાઓનો ગુસ્સો શાંત પડતાં ઘરે ગઈ હતી.

error: