વડોદરા શહેરનો હચમચાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વિધર્મી દસમું પાસ યુવક સેલ્વિન પરમારે એમ.એસ યુનિવર્સિટીમાં એલએલબીના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીને એ હદે બ્લેકમેઇલ કરી કે, તે ડિપ્રેશનનો શિકાર બની ગઇ હતી. યુવકે યુવતીને વર્ષ 2019માં ફસાવી હતી. તેણે અંગત પળોનો વીડિયો બનાવીને યુવતીને શરીર પર બ્લેડના 500 જેટલા ઘા મારવા મજબૂર કરી હતી. જે બાદ આ યુવક યુવતીને સપ્ટેમ્બર 2019માં ભગાડી પણ ગયો હતો. તેણે આણંદ જઇને યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. પરિવારે દીકરીને પાછી લાવવા માટે પોલીસની મદદ લીધી હતી અને પોલીસ કર્મીઓ પણ યુવાન સાથે મળેલા હોવાના જણાયું હતુ. આ સાથએ પોલીસકર્મીઓએ લાંચ પણ માંગી હતી. હાલ આ યુવતી અમેરિકામાં સેટલ થઇ છે. ત્યારે પરિવારે અન્ય લોકો સાથે આવો અમાનુષી અત્યાચાર ન થાય તે માટે સામે આવ્યા છે. હવે, આ અંગે યુવતીના ચેટિંગના આધીરે ફરિયાદ નોંધાતા છાણી પોલીસે સેલ્વિનની અટકાયત કરી છે.
શહેરના કરોડપતિ બિલ્ડર પિતાએ આ અત્યાચાર અંગે પોતાનો અવાજ ઊંચો કર્યો છે. તેમણે મીડિયામાં સામે આવીને પોતાની આપવીતી જણાવતા રડી પડ્યા હતા. તેમણે જણાવ્યું કે, મારી દીકરી 2019માં એમ.એસ યુનિવર્સિટીમાં LLBમાં ભણતી હતી. એ સમયે 10મું ફેઇલ વિધર્મી યુવક સેલ્વિન પાઉલ પરમારે તેને પ્રેમજાળમાં ફસાવી. સેલ્વિનને મારી દીકરીને ફસાવીને જણાવ્યું હતુ કે, તે પોતે 250 કરોડની સંપત્તિનો માલિક છે અને ફેક્ટરી, રેતીની લીઝ, પેટ્રોલ પંપ છે.