સેવ એનિમલ ટીમના સભ્યોએ અજગરનો કર્યો રેસ્કયુ
અજગરને સુરક્ષિત વન વિસ્તારમાં છોડવામાં આવશે
ઝઘડિયા તાલુકાના કરાડ ગામની સીમમાંથી ૯ ફૂટ લાંબો અજગર ઝડપાયો હતો વન વિભાગના માર્ગદર્શન હેઠળ સેવ એનિમલ ટીમના સભ્યોએ કરાડ ગામની સીમમાં આવેલ આ શેરડીના ખેતરમાં પહોંચીને રેસ્ક્યુ કરીને એક કલાકની જહેમત બાદ નવ ફૂટ લાંબા અજગરને ઝડપી લીધો હતો
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના કરાડ ગામની સીમમાં આવેલ એક ખેતરમાંથી નવ ફુટ જેટલો લાંબો અજગર ઝડપાયો હતો. વિગતો મુજબ ગામના એક ખેડુતના ખેતરમાં આજરોજ સવારે એક મહાકાય અજગર નજરે પડતા ખેડૂત દ્વારા ઝઘડિયા વન વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ વન વિભાગના માર્ગદર્શન હેઠળ સેવ એનિમલ ટીમના સભ્યોએ કરાડ ગામની સીમમાં આવેલ આ શેરડીના ખેતરમાં પહોંચીને રેસ્ક્યુ કરીને એક કલાકની જહેમત બાદ નવ ફૂટ લાંબા અજગરને ઝડપી લીધો હતો. ઝઘડિયા સેવ એનિમલ ટીમના કમલેશ વસાવા, સુનિલ તેમજ તેઓની ટીમ દ્વારા રેસ્ક્યુ કરાયેલ અજગરને ખોરાક પાણી મળી રહે તેવા સુરક્ષિત વન વિસ્તારમાં છોડી મુકવામાં આવશે તેમ જણાવાયુ હતું.
વિડિઓ જર્નલિસ્ટ પ્રકાશ ચૌહાણ સાથે સત્યા ટીવી ઝઘડિયા