Satya Tv News

 વડોદરા ડેસર તાલુકાના વેજપુર ગામમાં ભેંસ કૂવામાં પડતા અફરાતફરી મચી ગઈ હતી. કુવા પર પતરા હતા, પરંતુ ભેંસ બેસવા જતા પતરા તુટી ગયા હતા. 100 ફૂટના ઊંડા કુવામાં ભેંસ ખાબકતા અવાજ આવતા લોકો કુવા પાસે દોડી ગયા હતા. જેમાં ભેંસને બચાવવા માટે એક વ્યક્તિ પણ કુવામાં ઉતર્યા હતા. પરંતુ અકાળે એક બનાવ બનતા ભેંસ સાથે વ્યક્તિનું મૃત્યુ નિપજતા ગ્રામજનો અને પરિવારમાં શોકનો માતમ છવાયો છે.

ગામમાં બનેલી ઘટનાને પગલે સરપંચ જયરાજસિંહ રાઉલજીએ વડોદરા ફાયર બ્રિગેડને જાણ કરતા મોડી રાત્રે ફાયર બ્રિગેડ આવી પ્રથમ ભેંસનો મૃતદેહ બહાર કાઢ્યા હતો. બાદ અઢી વાગે રાજુ પરમારનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. ડેસર પોલીસને જાણ કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને વધુ તપાસ હાથ ધરી હતી.

error: