Satya Tv News

તાજેતરમાં 18 દિવસમાં સ્પાઈસ જેટ એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીની 8 ઘટનાઓ સામે આવી છે, જેને લઈ હવે DGCA હરકતમાં આવ્યું છે અને સ્પાઈસ જેટને નોટિસ ફટકારી છે. વાસ્તવમાં દિલ્હી-દુબઈ ફ્લાઈટનું ઈંધણ ઈન્ડિકેટરમાં ખામી સર્જાયા બાદ પાકિસ્તાનના કરાચીમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે તે જ દિવસે, કંડલા-મુંબઈ ફ્લાઇટને મધ્ય હવામાં વિન્ડશિલ્ડમાં તિરાડ પડ્યા બાદ મહારાષ્ટ્રની રાજધાનીમાં લેન્ડ કરવામાં આવી હતી.

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન DGCA એ સ્પાઈસ જેટને નોટિસ જારી કરી છે. માહિતી અનુસાર, છેલ્લા 18 દિવસમાં 8 ખરાબી ઘટનાઓ બાદ DGCAએ સ્પાઇસજેટને કારણ બતાવો નોટિસ જારી કરી છે. મંગળવારે આ બે ઘટનાઓ સામે આવ્યા બાદ છેલ્લા 18 દિવસમાં સ્પાઈસ જેટ એરક્રાફ્ટમાં ટેકનિકલ ખામીની 8 ઘટનાઓ સામે આવી છે. ડીજીસીએના જણાવ્યા અનુસાર આ તમામ ઘટનાઓની ગંભીરતાથી તપાસ ચાલી રહી છે

error: