Satya Tv News

બ્રિટિશ સરકારમાં અત્યાર સુધીમાં ચાર મંત્રીઓએ રાજીનામા આપી દીધી છે. ચિલ્ડ્રન એન્ડ ફેમિલી મિનિસ્ટર વિલ ક્વિંસે બુધવારે એવું કહીને રાજીનામું આપી દીધું કે, પ્રધાનમંત્રી પાછલા મુખ્ય સચેતક વિરુદ્ધ લગાવમાં આવેલા વિશિષ્ટ આરોપથી માહિતગાર નહોતા. આ અગાઉ બ્રિટેનના નાણામંત્રી ઋષિ સનક અને સ્વાસ્થ્ય સચિવ સાજિદ જાવિદે મંગળવારે રાજીનામા આપ્યા હતા. જેમાં બ્રિટિશ પીએમ બોરિસ જોનસનની સરકાર સંકટમાં આવી ગઈ છે. પોતાના રાજીનામામાં ઋષિ સનકે કહ્યુ કે, તે સરકાર છોડવાથી દુ:ખી છે. એટલા માટે તેઓ એવા તારણ પર આવ્યા છે કે, હવે આગળ નહીં ચાલે.

આમ તો આ બંને મંત્રીઓ હટ્યા બાદ જોનસને તાત્કાલિક નાદિમ જાહવીને નવા નાણામંત્રી બનાવી દીધા છે. તો વળી બ્રિટિશ કેબિનેટના ચીફ ઓફ સ્ટાફ સ્ટીવ બાર્સલેને સ્વાસ્થ્ય સચિવની જવાબદારી સોંપવામાં આવી છે. તો આવો જાણીએ બોરિસનને જો રાજીનામુ આપવું પડે તો કોણ બ્રિટેનના નવા પ્રધાનમંત્રી બની શકે છે. તેમાં ક્યા નામો સૌથી આગળ છે.

error: