Satya Tv News

કાલી’ ડોક્યુમેન્ટ્રીના પોસ્ટર વિવાદ વચ્ચે તેની ડાયરેક્ટર લીના મણિમેકલઈએ વધુ એક ટ્વિટ કરી છે. આ ટ્વિટના કારણે લીના વધુ લોકોના રોષનો ભોગ બની રહી છે. ટ્વિટર પર પોસ્ટ કરેલા ફોટોમાં ભગવાન શંકર અને માતા પાર્વતીનો રોલ ભજવી રહેલા કલાકારો સિગારેટ પીતા જોવા મળે છે.

આ ફોટો ટ્વિટ કરીને લીનાએ લખ્યું છે કે, ‘ક્યાંક બીજે.’ આ કારણે અનેક લોકો તેની પોસ્ટ પર એન્ગ્રી રિએક્શન આપતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ લીના પર તેણી ફક્ત નફરત ફેલાવી રહી હોવાનો આક્ષેપ કર્યો છે. અન્ય એક યુઝરે લખ્યું હતું કે, તેણીએ ધર્મનું અપમાન કરવાનું બંધ કરવું જોઈએ

error: