Satya Tv News

બોર્ડર સિક્યોરિટી ફોર્સે હરામી નાળા વિસ્તારમાં સપાટો બોલાવતા એક સાથે 10 પાકિસ્તાની બોટને ઝડપી પાડી છે. આ સાથે જ બીએસએફએ ચાર માછીમારની પણ ધરપકડ BSF arrest 4 pakistani fishermen કરી છે. બીએસએફના ખાસ અમ્બુશ દળ તરફથી પિલર નંબર 1165 અને 1166 પાસે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જોકે, જપ્ત કરેલી બોટમાંથી માછલી સિવાય અન્ય વસ્તુઓ મળી નથી. ઉલ્લેખનીય છે કે 10 દિવસ પહેલા જ આ વિસ્તારમાં બે પાકિસ્તાની માછીમાર ઝડપાયા હતા. એવી માહિતી મળી છે કે ભારે વરસાદની આગાહી હોવાથી દરિયો તોફાની હોવા છતાં બીએસએફ તરફથી દિલધડક કામગારી કરીને ઘૂસણખોરી અટકાવવામાં આવી હતી.

કચ્છમાં બે દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે. જેના પગલે માંડવીના બીદડા પાસે નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે. મળતી માહિતી પ્રમાણે પાણી પહોંચ્યાના 24 કલાકની અંદર નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડ્યું છે. ગાબડા બાદ કેનાલના પાણી ખેતરમાં ઘૂસી ગયા હતા.

error: