પશ્ચિમ બંગાળમાં ફરી એકવાર હત્યાની ઘટના સામે આવી છે. વિગતો મુજબ તૃણમૂલ કોંગ્રેસના નેતા સહિત 3 લોકોની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. આ ઘટના દક્ષિણ 24 પરગણા જિલ્લાની છે. અહીં અજાણ્યા લોકોએ ટીએમસી નેતા સ્વપન માઝી અને તેના બે સહયોગીઓ પર બાઇક પર ગોળીબાર કર્યો હતો. ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ તરફ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણા જિલ્લામાં તૃણમૂલ કોંગ્રેસના નેતા સહિત 3 લોકોની હત્યાથી પંથકમાં હડકંપ મચી ગયો છે. પ્રાથમિક વિગતો મુજબ અજાણ્યા લોકોએ ટીએમસી નેતા સ્વપન માઝી અને તેના બે સહયોગીઓ પર બાઇક પર ગોળીબાર કર્યો હતો. જૉકી આ ગોળીબારની ઘટનામાં ત્રણેયના સ્થળ પર જ મોત થયા હતા
વિગતો મુજબ દક્ષિણ 24 પરગણા જિલ્લાના કેનિંગમાં ટીએમસી નેતા સ્વપન માઝી પોતાના બે સાથીઓ સાથે બાઇક પર ક્યાંક જઈ રહ્યા હતા. ત્યારે કેટલાક લોકોએ બાઇક રોકીને ત્રણેય પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. ત્યારબાદ હુમલાખોરો ભાગી ગયા હતા. પોલીસને સ્થળ પરથી ખાલી ગોળીઓ અને બોમ્બ મળી આવ્યા છે