બ્રિટનના વડાપ્રધન બોરિસ જોન્સને પોતાના પદેથી રાજીનામું આપી દીધુ છે.છેલ્લા 48 કલાકમાં બ્રિટન મંત્રીમંડળના 5 મંત્રીઓ સહિત 39 મંત્રીઓએ રાજીનામું આપી દીધું છે. આવી સ્થિતિમાં વડાપ્રધાન જોનસન પર પદ છોડવાનું દબાણ વધી ગયું હતુ.
ભારતીય મૂળના મંત્રી ઋષિ સુનક અને પાકિસ્તાન મૂળના સાજિદ જાવિદે સરકારે સાથે છેડો ફાડતા સરકાર હાલકડોલક થઈ
બે મહિનામાં બીજી વખત સરકાર પર કાળા વાદળો છવાયા બાદ હવે સરકારના આધાર ગણાતા ભારતીય મૂળના મંત્રી ઋષિ સુનક અને પાકિસ્તાન મૂળના સાજિદ જાવિદે સરકારે સાથે છેડો ફાડતા અંતે બોરિસની સરકાર હાલકડોલક થઈ રહી હતી.
39 લોકોએ જોનસન પ્રત્યે અવિશ્વાસ વ્યક્ત કરીને રાજીનામું આપી દીધું નાણાકીય સેવામંત્રી જ્હોન ગ્લેન, રક્ષામંત્રી રિચેલ મેક્લિએન, નિકાસ અને સમાનતા મંત્રી માઈક ફ્રીઅર, હાઉસિંગ અને કોમ્યુનિટીઝ જુનિયર મિનિસ્ટર નીલ ઓબ્રાયન, શિક્ષણ વિભાગના જુનિયરમંત્રી એલેક્સ બુર્ઘટ સહિત 39 લોકોએ જોનસન પ્રત્યે અવિશ્વાસ વ્યક્ત કરીને રાજીનામું આપી દીધું છે. બ્રિટનના રાજકારણમાં જે ઉથલપાથલ થઈ છે તેનાથી કેટલાક સવાલો પણ ઉભા થાય છે. નવા વડા પ્રધાનની પસંદગી કેવી રીતે થશે?