Satya Tv News

ભરૂચની મહિલાને અંધશ્રદ્ધા પડી ભારે
મહિલા બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે બજાવે છે ફરજ
તાંત્રિક વિધિના બહાને ૩.૭૬ લાખની ઠગાઈ

ભરૂચની બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવતી મહિલાને અંધશ્રદ્ધા ભારે પડી હતી ભાઈની કુટેવ છોડવાની તાંત્રિક વિધિના બહાને બહેન સાથે ૩.૭૬ લાખની ઠગાઈ કરવામાં આવી હતી

ભરૂચના નંદેલાવ રોડ પર આવેલી હરિઓમ સોસાયટીમાં રહેતી અને મૂળ યુપીના બુલંદ શહેરની વતની જ્યોતિ સચિન ચૌધરી શહેરની એક બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરે છે તેમના ભાઈ અતુલ ઉર્ફે સોનું દારૂ સહિતની અન્ય કુટેવ હોય તેઓ પરેશાન હતા દરમિયાનમાં તેમના ત્યાં કામ કરવા આવતી મહિલાએ તેમની માતા વિમલેશ જણાવ્યું હતું કે મંગલમ સોસાયટી ખાતે રહેતી સપના વેગડ ઉર્ફે સોનલને માતાજી આવે છે અને તેઓ આ પ્રકારની આદત દૂર કરાવે છે જેથી જોતી તેની માતા સાથે મંગલમ સોસાયટીમાં ગયા હતા સપના ઉર્ફે સોનલ બેને દુનિયા બાદ તાંત્રિક વિધિ કરવી પડશે તેના ₹40,000 થશે તેમ જણાવ્યું હતું તેવો ખચકાતા તેમના બે શિષ્યો ગૌરવ અનિલ પારેખ તેમજ ભુપેશ રમણ માછીએ તેમને વાતોમાં ભોળવી સપનાબેન ને માતાજી આવે છે ઘણા લોકોના કામ કર્યા છે તેવી વાતો કરી તેમને ભોળવતા તેઓ વિધિ કરાવવા તૈયાર થયા હતા. તેમની વાતોમાં ભોળવાઈને જ્યોતિએ અલગ અલગ ટ્રાંજેશન થતી કુલ 3.67 લાખ રૂપિયા ગૌરવ પારેખના ખાતામાં નાખ્યા હતા જોકે તે બાદ પણ તેમના ભાઈ પર કોઈ અસર થઈ ન હોવાથી આખરે તેમણે રૂપિયા પરત માંગતા હતા જોકે સપના રૂપે સોનલ તેમાં તેના બે શિષ્યો ગૌરવ પારેખ અને ભૂપેડ માસી ને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જ્યોતિબેનને કરતા એ ડિવિઝન પોલીસ સાથે તાંત્રિક વિદ્યા કરાવતી સપના ઉર્ફે સોનલ અને તેના શિષ્ય ગૌરવ પારેખની ધરપકડ કરી હજુ કેટલા લોકો સાથે આ ઠગાઈ કરી છે તેની આગળની તપાસ હાથ ધરી હતી

વિડિઓ જર્નલિસ્ટ રોહિત ગોહિલ સાથે સત્યા ટીવી ભરૂચ

Created with Snap
error: