વધતી મોંઘવારીથી સામાન્ય જનતાને રાહત આપવા માટે કેન્દ્ર સરકારે હવે નવો આદેશ જાહેર કર્યો છે. સરકારે ખાવાના તેલની કિંમતો ઘટાડવાનો આદેશ આપ્યો છે. ત્યાર બાદ ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો થવાની આશા વધી ગઈ છે. આપને જણાવી દઈએ કે, કેન્દ્ર સરકારે એડિબલ ઓયલ એસોસિએશનને તાત્કાલિક 15 રૂપિયા પ્રતિ લીટર ખાદ્યતેલના ભાવ ઘટાડવાના આદેશ આપ્યા છે.
સરકારના મંત્રાલયે એડિબલ ઓયલ એસોસિએશને કહ્યું છે કે, ખાદ્ય તેલના ભાવમાં ઘટાડાનો ફાયદો તાત્કાલિક ગ્રાહકો સુધી પહોંચાડો. આ અગાઉ પણ સરકારે તેના માટે નિર્દેશ આપ્યા હતા. અહી ઉલ્લેખનીય છે કે, 6 જૂને ખાદ્ય અને સપ્લાઈ મિનિસ્ટ્રીએ એક મહત્વની બેઠક કરી હતી. ત્યાર બાદ તમામ મોટી એડિબલ ઓયલ એસોસિએશને તાત્કાલિક 15 રૂપિયા પ્રતિ લીટર સુધી ખાવાના તેલના ભાવ ઘટાડવાના આદેશ આપ્યા હતા.
દિલ્હી-એનસીઆરમાં દૂધના મોટા સપ્લાયરમાંના એક એવા મદર ડેરીએ સોયાબિન અને અન્ય તેલના ભાવમાં 14 રૂપિયા પ્રતિ લીટર સુધીનો કાપ મુક્યો છે. મદર ડેરીના એક પ્રવક્તાએ તેની જાણકારી આપતા કહ્યું કે, સરકારના હસ્તક્ષેપ બાદ ગ્રાહકોને તેલના ભાવના લાભ આપવા માટે સોયાબીન તેલ અને ધારા રાઈસબ્રાન તેલની એમઆરપીમાં 14 રૂપિયા પ્રતિ લીટર સુધી ઓછા કરી દીધા છે. નવા ભાવ આગામી અઠવાડીયા સુધીમાં બજારમાં લાગૂ થઈ જશે.