તારીખ 7-7-2022 ના રોજ યુપીએલ યુનિવર્સીટી ઓફ સસ્ટેનેબલ ટેક્નોલોજી અને સેવા રૂરલ ઝગડિયા વચ્ચે આદિવાસી વિસ્ત્તારમાં આવેલા વિદ્યાર્થીઓના કૌશલ્ય વિકાસ માટે કરાર યુનિવર્સીટીના પ્રમુખશ્રી અશોક પંજવાણી અને સેવા રૂરલના ટ્રસ્ટ્રીશ્રી ડો.શ્રેય શાહના શુભ હસ્થે થયા હતા . આ પ્રસંગે યુપીએલ યુનિવર્સીટીના ઉપકુલપતિશ્રી ડો. શ્રીકાંત વાઘ મઠાઘીશશ્રી ડો. સ્નહેલ લોખન્ડવાળા અને ડો. ઓમપ્રકાશ મહાડવાડ તથા યુનિવર્સીટીના કુલસચિવશ્રી ધર્મેશ પટેલ અને સેવા રૂરલ ઝગડિયા સંચાલિત તાલીમ કેન્દ્રના ગિરીશશાહ હાજર રહિયા હતા. કરણ નો મુખ્ય ઉદ્દેશ્ય આદિવાસી વિસ્તારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઔદ્યોગિક વસહતોમાં આવેલ ઉદ્યોગોને જરૂરિયાત મુજબ તાલીમ આપીને તેઓને આત્મનિર્ભર બનાવવાનું છે આ ઉપરાંત બંને સંસ્થાઓમાં નોકરી કરતા અધ્યાપકણ દ્વારા નવીન શિક્ષણ પ્રણાલીનું આદન પ્રદાન કરી વિધાર્થીઓને મહતમ લાભ આપવાનું છે.