જમ્મુ કાશ્મીરમાં આભ ફાટ્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. વાદળ અમરનાથ ગુફાની પાસે ફાટ્યું છે. તેમાં કેટલાય લોકોના મોત થયા હોવાની વિગતો આવી છે. હાલમાં કોઈ ચોક્કસ આંકડો આવ્યો નથી, પણ અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા હોવાની વિગતો NDRF તરફથી મળી રહી છે. એવું કહેવાય છે કે, આ દુર્ઘટના અમરનાથ ગુફાથી માત્ર દોઢ કિમી દૂર ઘટી છે. અહીં લગભગ 10થી 12 હજાર શ્રદ્ધાળુઓ રોકાયા હોવાનું પણ કહેવાય છે.
આભ ફાટ્યા બાદ પાણીનો પ્રવાહ ટેંટ સુધી પહોંચી ગયો હતો. જે બાદ શ્રદ્ધાળુઓની વચ્ચે હાહાકાર મચી ગયો હતો. તેની ચપેટમાં કેટલાય લોકો આવી ગયા હતા. એનડીઆરએફની ટીમ પણ નજર રાખી રહી છે કે લોકો તણાઈ ગયા નથી ને ! બાલટાલના રસ્તા પર ટીમ લગાવી દેવામાં આવી છે. આઈટીબીપી અને એનડીઆરએફની એક ટીમ પણ ત્યાં લગાવામાં આવી છે.