Satya Tv News

સરકારની સલાહકાર સંસ્થા નેશનલ ટેક્નિકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશન (NTAGI)ની ટેકનિક ઉપ સમિતિ (STSC)એ 5થી 12 વર્ષની ઉંમરના બાળકો માટે Corbevax અને ભારત બાયોટેકની Covaxin ના ઉપયોગની ભલામણ કરી છે.

5થી 12 વર્ષના બાળકને પણ Corbevaxની ભલામણ કરવામાં આવી છે. જ્યારે 6થી 12 વર્ષની ઉંમરના બાળકોને Covaxinની ભલામણ કરવામાં આવી છે.

ભારતના ઔષધિ મહાનિયંત્રક (DCGI)એ 26 એપ્રિલે ભારત બયોટેકને 6થી 12 વર્ષ માટે Covaxinના ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. એપ્રિલમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈંડિયાની વિશેષ પેનલે 5થી 12 વર્ષની ઉંમરના બાળકોને બાયોલોજિકલ ઈ કોવિડ 19 વેક્સિન કોર્બેવેક્સના ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપવાની ભલામણ કરી છે.

error: