અમરનાથ યાત્રા દરમ્યાન વાદળ ફાટવાની ઘટનામાં ગુજરાતના ગુજરાતના શ્રદ્ધાળો પણ ફસાયા હોવાનું સામે આવ્યું છે. જેને લઈ હવે રાજ્ય સરકાર એક્ટિવ મોડમાં આવી ગઈ છે. રાજ્ય સરકાર હાલમાં કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં છે. આ સાથે જમ્મૂ કશ્મીરના સ્થાનિક તંત્ર સાથે પણ અધિકારીઓ સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે.
મોટી દુર્ઘટના સર્જાયા બાદ હવે ગુજરાત સરકાર એક્ટિવ મોડમાં આવી ગઈ છે. સરકારે તાત્કાલિક અસરથી જમ્મૂ કશ્મીરના સ્થાનિક તંત્ર સાથે સંપર્કમાં રહી ફસાયેલા લોકોને બહાર નીકળવા કવાયત શરૂ કરી છે. આ સાથે રાજ્ય સરકાર હાલમાં કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં હોવાનું પણ સામે આવ્યું છે.