ભાવનગર શહેરમાં શ્વાનના આતંકનો એક બનાવ બન્યો છે, જેમાં એક બાળકીએ જીવ ગુમાવ્યો છે. ભાવનગરના ચિત્રાની મહાલક્ષ્મી સોસાયટી ખાતે આ બનાવ બન્ય હતો. જેમાં એક શ્વાન ઘોડિયામાં ઊંઘી રહેલી ચાર માસની બાળકીને મોઢામાં પકડીને ઉઠાવી ગયો હતો. આ દરમિયાન શ્વાને બાળકીને અનેક બચકાં ભરી લીધા હતા. પરિવારના સભ્યો અને આસપાસના લોકો દોડતા શ્વાન બાળકીને મૂકીને ભાગ્યો હતો. જે બાદમાં બાળકીને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અહીં સારવાર દરમિયાન બાળકીનું મૃત્યું થયું હતું.
મળતી માહિતી પ્રમાણે ભાવનગરની મહાલક્ષ્મી સોસાયટી ખાતે આ બનાવ બન્યો હતો. જેમાં શેરીમાં રખડતો એક શ્વાન ઘોડિયામાં ઊંઘી રહેલી બાળકીને ઉઠાવી ગયો હતો. પરિવારના અને આસપાસના લોકોએ બાળકીને બચાવી ત્યાં સુધી શ્વાને બાળકીને બચકાં ભરી લીધા હતા. જે બાદમાં બાળકીને સારવાર માટે સરકારી હૉસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, અહીં ફરજ પરના ડૉક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી.