ઉત્તર પ્રદેશના ચિત્રકૂટ જિલ્લામાંથી અમુક લોકો લગ્ન સમારંભમાં ભાગ લેવા આવ્યા હતા અને રોડના કિનારે બેઠા હતા, ત્યારે અચાનક એક પિકઅપ ટ્રક આવ્યો અને તેમને કચડીને ઝાડ સાથે અથડાયો હતો. ઘટનાસ્થળે જ પાંચ લોકોના મોત થઈ ગયા હતા. એકને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થઈ ગયુ હતું.
તો વળી આ ઘટના પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ચિત્રકૂટ દુર્ઘટનામાં થયેલ છ લોકોના મોત પણ દુ:ખ વ્યક્ત કર્યું હતું. સાથે જ સીએમે મૃતકોના પરિવારને 2-2 લાખ રૂપિયા અને ઘાયલને 50 હજાર આપવાની જાહેરાત કરી છે.