નરેન્દ્ર મોદી વિચારમંચ દ્વારા જિલ્લા કલેકટરને અપાયું આવેદન
યોગ્ય તપાસ કરી પરત માદરે વતન લાવવા કાર્યવાહી કરવા માંગ
નેત્રંગના ગુમ થનાર વ્યક્તિને પરત લાવવા બાબત નરેન્દ્ર મોદી વિચારમંચ દ્વારા જિલ્લા કલેકટર તેમજ પોલીસ વડાને આવેદન પાઠવવમાં આવ્યું હતું.
નેત્રંગ ટાઉનનાં જીનબજાર વિસ્તારના સુથાર ફળીયામાં રહેતા સુખદેવ પારસીંગ વસાવા ઉ.વ .૩૮ કે જેઓ ગત . તારીખ .૦૭ / ૦૩ / ૨૦૨૨ નાં રોજ સવારે પોતાનાં ઘરે થી બજારમાં જાવ છું તેમ કહી નીકળી ગયેલ હતાં પરંતુ સુખદેવ વસાવા ઘરે પરત ન ફરતા તેઓના પરિવાર દ્વારા તેઓની શોધ ખોડ કરવામાં હતી પરંતુ સુખદેવ વસાવાની કોઈ માહિતી ન મળતા નેત્રંગ પોલીસ મથકે તા .૧૧ / ૦૩ / ૨૦૨૨ જાણવા જોગ ફરિયાદ આપી હતી . આ ગુમ થનાર સુખદેવ વસાવાની યોગ્ય તપાસ કરી તેઓને પરત પોતાના માદરે વતન લાવવા કાર્યવાહી કરશો તેવી માગ સાથે જિલ્લા કલેકટર અને પોલીસ વડા ને નરેન્દ્ર મોદી વિચાર મંચ(આઇ.ટી.સેલ) ભરૂચ જીલ્લા પ્રમુખ બ્રિજેશપટેલ, કિરીટ વસાવા અને સંકેત પંચાલ દ્વારા આવેદન પાઠવ્યું હતું
વિડિઓ જર્નલિસ્ટ મિતેષ આહીર સાથે સત્યા ટીવી નેત્રંગ