શ્રીલંકામાં સરકાર વિરુદ્ધ ભારે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. ગુસ્સે ભરાયેલા લોકોએ રાષ્ટ્રપતિ ગોટબાયા રાજપક્ષેના નિવાસસ્થાનને ચારેતરફથી ઘેરાવ કર્યો છે. જે બાદ તેમને પોતાનું ઘર છોડીને ભાગવું પડ્યું હતું. આ અગાઉ પણ સમાચાર આવ્યા હતા કે, શ્રીલંકમાં ટોપના વકીલો, માનવાધિકાર ગ્રુપ અને રાજકીય પાર્ટીઓના સતત પ્રેશર બાદ પોલીસે શનિવારે સરકાર વિરોધી પ્રદર્શનો પહેલા કર્ફ્યૂ હટાવી દીધો હતો. આ કર્ફ્યૂ સરકાર વિરોધી પ્રદર્શનોને રોકવા માટે કોલંબો સહિત દેશના પશ્ચિમી પ્રાંતમાં સાત ડિવિજનમાં લગાવામાં આવ્યો હતો.