ગુજરાતમાં 668 નવા કેસ સાથે એક્ટિવ કેસનો આંકડો 4046 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 5 દર્દી વેન્ટિલેટર પર છે બાકીના તમામ સ્ટેબલ છે. તો 98.79 ટકા રિકવરી રેટ છે. આજે પણ એકે’ય દર્દીનું મોત નથી થયું. રાજ્યમાં કોરોનાથી કુલ 10948 લોકોના મૃત્યુ થયા છે.
અમદાવાદમાં સૌથી વધુ 258 કેસ નોંધાયા છે, તો સુરતમાં 99 કેસ નોંધાયા છે. વડોદરામાં 61, ભાવનગરમાં 35, ગાંધીનગરમાં 46, રાજકોટમાં 18, વલસાડમાં 18, મહેસાણામાં 15, કચ્છમાં 14, ભરૂચમાં 13, નવસારીમાં 13, જામનગર, મોરબી અને પાટણમાં 9-9 કેસ, બનાસકાંઠામાં 8, દ્વારકામાં 7, અમરેલી, આણંદ અને સુરેન્દ્રનગરમાં 6-6 કેસ, તાપીમાં 5, ખેડામાં 4, પોરબંદરમાં 4, અરવલ્લીમાં 3 અને સાબરકાંઠામાં 2 કેસ નોંધાયા છે.
પંચમહાલ, નર્મદા, મહીસાગર, ગીર સોમનાથ, ડાંગ, દાહોદ, છોટા ઉદેપુર, બોટાદ અને જૂનાગઢમાં આજરોજ એકપણ કોરોનાનો કેસ નોંધાયો નથી.