Satya Tv News

જિલ્લાના સમશેરપુરા ગામ અને જુના મોઝદાથી ડુમખલ જવાના રસ્તે બલગામ પાસેના માર્ગમાં વૃક્ષ પડવાના અને ભેખડ ધસી પડવાના બનાવોઉભા થયેલા અવરોધો તાત્કાલિક દૂર કરીને વાહન વ્યવહાર માટે પૂર્વવત કરાયાડુમખલ-કણજી-વાંદરી, ઘનશેરા-સેલંબા-પાંચપીપરી, ડુમખલ-પીપલોદ અને મોહપાડા એપ્રોચ રોડ પરના ઝાડી-ઝાખરાના અવરોધો દૂર કરાયા રાજપીપલા,તા.11નર્મદા જિલ્લામાં ચાર દિવસથી સતત એક ધારો વરસાદ તૂટી પડતા નર્મદા માં શ્રીકાર વર્ષા થઈ રહી છે

હજી પણ નર્મદા 7થી 8ઇંચ વરસાદ પડી રહ્યો છે ત્યારે અતિ ભારે વરસાદની આગાહીના કારણે રાજ્ય સરકાર તરફથી નર્મદા જિલ્લા માટે SDRF ની એક ટીમ ફાળવામાં આવી છે. જિલ્લામાં તાકિદના સંજોગોમાં તેની જરૂરિયાત ઉભી થાય ત્યારે સંબંધકર્તા અધિકારીઓને જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી છે.

નર્મદા જિલ્લામાં ભારે વરસાદને લીધે ગરૂડેશ્વર એકતાનગરથી નર્મદા કેનાલની બાજુમાં આવેલ સમશેરપુરા ગામ પાસે મુખ્ય રસ્તા ઉપર આમલીનું મોટું ઝાડ પડીગયું હતું.જેને કારણે વાહન વ્યવહારની અવર જવરમાં ઉભા થયેલા અવરોધને વન વિભાગના અધિકારીઓ,કર્મચારીઓ તથા મામલતદાર તુરંત જ ઘટના સ્થળે પહોંચીને પડી ગયેલા આમલીના ઝાડને શ્રમિકો દ્વારા તાત્કાલિક કાપીને વાહન વ્યવહાર માટે રસ્તો ખૂલ્લો કરી વાહન વ્યવહાર માટે તેને પૂર્વવત કરાયો હતો. તેવી જ રીતેજુનામોઝદાથી ડુમખલ જવાના રસ્તે બલગામ પાસે ભેખડ ધસી પડી હતી કારણે વાહન વ્યવહારમાં ઉભા થયેલા અવરોધને પણ તાત્કાલિક JCB મશીન દ્વારા દૂર કરીને આ રસ્તો પણ અવર જવર માટે પુન: પૂર્વવત કરાયો હતો. તદઉપરાંત ડુમખલ-કણજી-વાંદરી રોડ, ઘનશેરા-સેલંબા-પાંચપીપરી રોડ અને ડુમખલ-પીપલોદ રોડ તથા મોહપાડા એપ્રોચ રોડ ઉપર પાણીના પ્રવાહના લીધે ઝાડી-ઝાખરા આવી જતા માર્ગ ઉપરના આ અવરોધને દૂર કરવા ઉપરાંત મોહપાડા એપ્રોચ રોડનું દૂરસ્તીકામ કરીને વાહન વ્યવહાર-અવર જવર માટે તાત્કાલિક ખૂલ્લા કરાયાં હતા

.રિપોર્ટ :દીપક જગતાપ, રાજપીપલા

error: