જંબુસર નગરના રસ્તાઓ પર ખાડાનું સામ્રાજ્યરોડ ઉપર મસમોટા ખાડા પડતા વાહનચાલકોને હાલાકી તંત્ર દ્વારા રોડ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે તેવી માંગ જંબુસર નગરના ટંકારી ભાગોળથી ડેપો થી ડાભા ચોકડી તરફ જતાં રોડ ઉપર મસમોટા ખાડાઓ પડી ગયાં હોય વાહન ચાલકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે વહેલી તકે તંત્ર દ્વારા રોડ પ્રશ્નનું નિરાકરણ કરવામાં આવે તે ઈચ્છનીય છે..
જંબુસર નગરપાલિકા તંત્ર દ્વારા જનતાને જે પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવી જોઈએ તે સુવિધાના નામે મીંડુ છે જંબુસર નગરની જનતાને રોડ રસ્તા લાઈટ પીવાનું મીઠું પાણી માટે છેલ્લા કેટલાય વર્ષોથી સુવિધા તંત્ર દ્વારા મળતી નથી જેને લઇ જનતા હેરાન પરેશાન છેહાલમાં જંબુસર ડેપોથી ડાભા ચોકડી તરફ જવાનો માર્ગ તથા ટંકારી ભાગોળથી ડેપો તરફ આવવાના રસ્તાઓ પર મસમોટા ખાડા પડી ગયા છે જાણે ખાડાઓનું સામ્રાજ્ય હોય રોડ પર પડેલા ખાડાઓને લઇ વાહન ચાલકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડે છે વાહનચાલકોને આર્થિક નુકસાન વેઠવું પડે છે પાલિકા તંત્ર દ્વારા જનતાને જે પ્રાથમિક સુવિધાઓ મળવી જોઈએ તે અંગે વારંવાર રજુઆતો કરવામાં આવી છે તેમ છતાંય તંત્રના પેટનું પાણી હાલતુ નથી અને જનતાને મુશ્કેલીનો સામનો કરવો પડે છે વહેલી તકે તંત્ર દ્વારા રોડ રસ્તાની સમસ્યા હલ કરવામાં આવે તે ઈચ્છનીય છે
વિડિઓ જર્નલિસ્ટ વિવેક પટેલ સાથે સત્યા ટીવી જંબુસર