સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદ ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે. ત્યારે વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ સર્જાઇ છે. એવામાં વાપીમાં 6.4 ઇંચ વરસાદ વરસતા ચારે બાજુ રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે. તો ક્યાંક સોસાયટીઓમાં પણ પાણી ઘૂસી ગયા છે. ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે રાજ્યના અનેક વિસ્તારોમાં દર ચોમાસાએ તંત્રની પોલ ખુલી જતી હોય છે. એવામાં વાપી ઉદ્યોગનગરના મુખ્ય માર્ગ પર ખાડાઓ પડી જતા કોન્ટ્રાક્ટરની બેદરકારી તેમજ તંત્રની ગુણવત્તા પર અનેક સવાલો ઉઠી રહ્યાં છે.
વરસાદના કારણે વાપી ઉદ્યોગનગરના મુખ્ય માર્ગ પર ખાડાઓ પડી જતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વાપીથી સેલવાસને જોડતા માર્ગ પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. તમને જણાવી દઇએ કે અહીંથી રોજીંદા હજારો વાહનો પસાર થાય છે. આથી, રોજિંદા વપરાશમાં આવતા રોડ-રસ્તા પર ખાડાઓના કારણે ટ્રાફિક જામની ભારે સમસ્યા સર્જાય છે. તેમજ ખાડાના કારણે અનેક વાહનો પણ ખોટકાયા છે