જિલ્લા પોલીસ વડાએ વાગરા પોલીસ અને સ્ટાફની કામગીરીને બિરદાવી
વસ્તી ખંડાલી ગામમાં પ્રવેશવાનું એક માત્ર નાળુ પાણી ઓસરે નહિ ત્યાં સુધી બંધ કરાયુવા
વાગરા તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં ૮ ઇંચ વરસાદ પડતા ઠેરઠેર જગ્યા એ પાણી પાણી થઈ ગયુ હતુ.સવારે છ કલાકમાં જ ૬ ઇંચ કરતા વધુ વરસાદ વરસતા અનેક જગ્યાએ પાણી નો ભરાવો થતા જનજીવન પર ભારે અસર વર્તાઈ હતી.તો બીજી તરફ પહાજ ગામના બે લોકોની વેગન આર કાર વસ્તીખંડાલી ગામે જતા નાળા માં પાણી ના ધસમસતા પ્રવાહ માં તણાવા લાગી હતી.જેને વાગરા પોલીસ ના જવાનો એ રેસ્ક્યુ કરી બે જણ ને બચાવી લેતા જિલ્લા પોલીસ વડાએ તેમની કામગીરી ને બિરદાવી હતી.
વાગરા તાલુકામાં સવારે ૬ થી ૧૨ વાગ્યા સુધી માત્ર ૬ કલાકમાં જ ૬ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાતા નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા હતા.જેને પગલે જનજીવન ઉપર ભારે અસર થવા પામી હતી.કેટલાક ઘરોમાં પાણી ભરાતા ઘર માલીકો ચિંતામાં મુકાઈ ગયા હતા.ભરૂચ જિલ્લામાં સૌથી વધુ વાગરા તાલુકામાં ડે-માર વરસાદ થતા ખેતરોમાં પાણી પાણી થતા વાવેલ બિયારણ નિષ્ફળ જવાની ભીતિ વચ્ચે જગતના તાત ની મુશ્કેલીમાં વધારો થવા પામ્યો છે.ભારે વરસાદ ની વચ્ચેપહાજ ના બે લોકો વાગરા થી વસ્તીખંડાલી ગામે જઇ રહ્યા હતા.ત્યાંજ ગામમાં પ્રવેશતા નાળા માં ધસમસતા પાણી ના પ્રવાહ માં વેગન આર ગાડી તણાઈ રહી હતી.આ અંગે નો મેસેજ વાગરા પોલીસ ને મળતા પી.એસ.આઈ વિક્રમસિંહ રણા એ તાબડતોબ પોલીસ ટીમ ને મોકલી હતી.પોલીસ ટીમ અને સ્થાનિકો ના સયુંકત પ્રયાસ થી બોલેરો જીપની મદદ થી ટોઈંગ કરી સહી સલામત બે લોકોના જીવ બચાવી લેતા કાર સવાર લોકોએ હાશકારો અનુભવ્યો હતો.પોતાના જીવની પરવા કર્યા વગર વાગરા પોલીસ સ્ટાફે કટોકટી સમયમાં તુરત પોંહચી બે લોકોના જીવ બચાવી લીધા હતા.જે બદલ ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલે વાગરા પોલીસ અને સ્ટાફની કામગીરીને બિરદાવી હતી.કોઈ અનિચ્છનીય ઘટના બને નહિ એ બાબત ને ધ્યાને લઇ જ્યાં સુધી પાણી ઓસરે નહિ ત્યાં સુધી વસ્તીખંડાલી માર્ગ ને બંધ કરી દેવામાં આવ્યો છે.અત્રે ઉલ્લેખનીય છે કે ગામ માં પ્રવેશ માટે માત્ર એકજ નાળુ છે.
જર્નાલિસ્ટ ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા