ભરુચ શહેર જિલ્લામા જલ પ્રલય જેવી સ્થિતિ
નીચાણવાળા વિસ્તારો, મુખ્ય માર્ગો,
સોસાયટીઓમાં જલ બંબાકારસરકારી કચેરી કમ્પાઉન્ડ,
નદી નાળામા પાણી જ પાણી
ભારે વરસાદથી જન જીવન અસ્તવ્યસ્ત
હવામાન વિભાગ ની ભારે વરસાદ ની આગાહી ના પગલે ભરુચ જિલ્લા મા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું.જે સાચું પુરવાર કરતા મેઘરાજા એ સમગ્ર દિવસ દરમ્યાન ભરુચ શહેર જિલ્લા ને મુશળધાર વરસતા ધમરોળી નાખ્યું હતું..
ભરૂચ શહેર જિલ્લામાં મેઘરાજા એ સતત ત્રીજા દિવસે ધમાકેદાર બેટિંગ ચાલુ રાખી હતી. જેના પગલે ભરુચ ના અનેક જાહેર માર્ગો અને સોસાયટીઓ મા ઘૂંટણ અને કમર સમા પાણી ભરાયા હતા. સતત વરસતા વરસાદ વચ્ચે મુખ્ય માર્ગો પર નદી વહેતી હોય તેવા દ્ર્શ્યો જોવા મળી રહ્યા હતા .સેવાશ્રમ રોડ, પાંચ બત્તી,કસક , ફાટા તળાવ, દાંડિયા બજાર, ફુરજા ચાર રસ્તા, સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા.જાહેર માર્ગો પર વરસાદી પાણી ભરાવાના કારણે વાહન ચાલકો રાહદારીઓને વેપારીઓ પરેશાન થઈ ગયા હતા . વરસાદી પાણી જાહેર માર્ગો ઉપર ભરાતા માર્ગોમા ખાડામાં પડી જતાં તેમાં વાહન ચાલકો ખાબકી રહ્યા હતા
.જેમાં સૌથી વધુ કફોડી હાલત ફુરજા રોડ પર જોવા મળી રહી હતી જળબંબાકાર ની સ્થિતિ મા ચાર રસ્તાં ગાંધી બજાર,ફુરજા વિસ્તારમાં ફ્લેશ ફ્લડ જેવા દ્રશ્યો સર્જાયા હતા .ધસમસતા વરસાદી પાણી ના પ્રવાહ નાં પગલે બજાર સુમસામ બન્યા હતા. અવરજવર નહિવત હતી તો મોટાભાગની દુકાનો બંધ જોવા મળી રહી હતી ..બીજી બાજુ ભરુચ નગરપાલિકા પટાંગણમાં પણ ઘુઠણ સમા પાણી ભરાયા હતા..અન્ય સરકારી કચેરીઓ ના કમ્પાઉન્ડ મા પણ આ જ નજારો જોવા મળી રહ્યો હતો.જેથી સરકારી કામકાજ માટે આવતા અરજદારોને મુશ્કેલી પડી રહી.મેઘરાજા ના રૌદ્ર સ્વરૂપ નાં કારણે સમગ્ર ભરુચ મા જલ પ્રલય જેવું લાગી રહ્યું હતું અને લોકો ચોમાસા ની શરૂઆત સાથે જ હવે મેઘરાજા ખમૈયા કરે તેમ પ્રાથના પણ કરી રહ્યા હતા
.બ્યુરો રિપોર્ટ સત્યા ટીવી ભરૂચ