ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી પડી રહેલા વરસાદના કારણે ભારે નુક્સાન થયું છે. ત્યારે આજે ભૂપેન્દ્ર પટેલ આ વરસાદ અસરગ્રસ્ત વિસ્તારોની જાત મુલાકાત લઇ સ્થળ પરની વિગતો મેળવી રહ્યા છે. જ્યાં તેઓ અસરગ્રસ્ત લોકોની મુલાકાત લઈ તેમના હાલચાલ જાણી રહ્યા છે. અને સરકાર તરફથી પૂરતી મદદની ખાતરી આપી રહ્યા છે. સાથે જ જિલ્લા વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન આપી આદેશ કરી રહ્યા છે. હાલમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે બોડેલી તેમજ નર્મદા જિલ્લામાં વરસાદી તારાજીનું હવાઈ નિરીક્ષણ કર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વરસાદથી ભયંકર રીતે અસરગ્રસ્ત નર્મદા જિલ્લાની મુલાકાતે છે. હવાઈ નિરીક્ષણ કર્યા બાદ અહી પણ તેઓએ પૂર પીડિત પરિવારો સાથે ચર્ચા કરી હતી જે બાદ તેઓ જિલ્લા સેવા સદન પહોંચ્યા હતા જ્યાં મંત્રી, સાસંદ અને પાલિકા પ્રમુખ સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી હતી.રાજપીપળામાં અસરગ્રસ્ત 10 જેટલા લાભાર્થીઓને કીટનું વિતરણ પણ કર્યું હતું.સૌ પ્રથમ ગતરોજ કરજણ ડેમના પાણીના પ્રવાહમાં તણાઈ ગયેલા યુવાનોના પરિવારની મુલાકાત પણ લીધી હતી.