Satya Tv News

ભારે વરસાદ જનજીવન સાથે રેલવેની રફતાર ઉપર પણ બ્રેક લગાવી રહ્યો છે. પેરીંગ ટ્રેન વિલંબિત ચાલતી હોવાથી વડોદરા ડિવિઝનને અગસ્તક્રાંતિ સહિત 5 ટ્રેનોને 90 મિનિટથી 4 કલાક સુધી વિલંબિત કરવાની ફરજ પડી છે.વડોદરા ડિવિઝનમાં ડભોઇ-એકતાનગર સેક્શન વચ્ચે રેલવે ફાટક નજીક સોમવારે ટ્રેક ધોવાઈ જતા SOU ટ્રેન સેવા અટકી ગઈ હતી. ડભોઇ એકતાનગર વચ્ચે મંગળવારે સતત બીજા દિવસે પણ ટ્રેન સેવા નિરસ્ત રહી છે.બીજી તરફ સતત ભારે વરસાદ અમદાવાદ, મુંબઈ અને દિલ્હી વચ્ચે દોડતી ટ્રેનોની ગઈ4 ઉપર પણ વિપરીત અસર કરી રહ્યો છે. ઠેર ઠેર વરસાદના કારણે પેરીંગ ટ્રેન તેના નિયત સમય કરતાં મોડી ચાલી રહી હોય, અપડાઉનની ટ્રેનોને પેરીંગ રેક સમયસર મળી રહે તેમ નહિ હોવાથી 5 ટ્રેનોને રેલવે એ રી-શિડયુલ કરી છે.જેમાં અગસ્તક્રાંતિ રાજધાની એક્સપ્રેસને 4 કલાક વિલંબિત કરી તેનો સમય રાતે 9.10 કલાકનો કરાયો છે. ગાંધીનગર-ઇન્દોર શાંતિ એકસ્પ્રેસ ટ્રેન દોઢ કલાક રી-શિડયુલ કરાતા હવે રાતે 8 કલાકે ઉપડશે.મુંબઈ-જયપુર સુપરફાસ્ટ પણ 1 કલાક 40 મિનિટ સમય ફેરફાર કરાતા હવે રાતે 8.45 કલાકે ઉપડશે. જયપુર-બાંદ્રા 90 મિનિટ વિલંબિત કરી સાંજે 4.30 કલાકે રવાના કરાઈ હતી. જ્યારે જયપુર-મુંબઈ ટ્રેન 1 કલાક 20 મિનિટ સમય પરિવર્તન સાથે સાંજે 4 કલાકે ઉપડી હતી.

error: