Satya Tv News

દેશના ઉત્તર પૂર્વી ભાગ બાદ હવે વરસાદ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને તેલંગણા બાજૂ ફંટાયો છે. મધ્ય પ્રદેશમાં ભારે વરસાદે હાહાકાર મચાવ્યો છે. રાજધાની ભોપાલમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના સરકારી બંગાળમાં નાળાનું પાણી ઘુસી ગયું છે. વરસાદની વચ્ચે નગર નિગમની તૈયારીઓની પોલ ખુલી ગઈ છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાનો બંગલો શ્યામલા હિલ્સ પર આવેલો છે. પાણી ઘુસ્યા બાદ કર્મચારીઓ આખી રાત ઘરમાંથી પાણી કાઢવામાં લાગી ગયા હતા.

આપને જણાવી દઈએ કે, હવામાન વિભાગે મધ્ય પ્રદેશમાં 52માંથી 33 જિલ્લામાં ભારે વરસાદના કારણે ઓરેન્જ એલર્ટ જાહેર કરી દીધું છે. વરસાદની વચ્ચે લોકો જીવ જોખમમાં નાખીને મુસાફરી કરી રહ્યા છે. રાજધાની ભોપાલમાં સતત વરસાદ થઈ રહ્યો છે. કેટલાય વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેનાથી લોકોને મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. ભોપાલના VVIP વિસ્તારમાં કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના બંગલાના પણ પાણી ઘુસી ગયા છે.

error: