Satya Tv News

કોલીયાદ ગામમાં ભારે વરસાદને પગલે ભરાયા પાણી
ભાગોળ સુધી પ્રવેશી જતા ગ્રામજનો હાલાકીમાં મુકાયા
તંત્ર દ્વારા ઉકેલ લાવવા લોકમાગ ઉઠવા પામી

કરજણ તાલુકાના કોલીયાદ ગામમાં ભારે વરસાદને પગલે પાણી ભાગોળ સુધી પ્રવેશી જતા ગ્રામજનો હાલાકીમાં મુકાયા હતા ત્યારે તંત્ર દ્વારા ઉકેલ લાવવા લોકમાગ ઉઠવા પામી છે

કરજણ તાલુકાના છેલ્લા બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ભરૂચ જિલ્લાના પાલેજ નજીક આવેલા કરજણ તાલુકાના કોલીયાદ ગામમાં પણ ભારે વરસાદને પગલે ભાગોળ સુધી વરસાદી પાણી પ્રવેશતા સ્થાનિકો સહીત વાહન ચાલકો હાલાકીમાં મુકાઇ જવા પામ્યા હતા. સીમમાંથી ધસી આવેલા વરસાદી પાણીના પગલે માર્ગ ઉપર ગોઠણસમા પાણી નજરે પડ્યા હતા. જેના પગલે વાહનવ્યવહાર ખોરવાયો હતો. સાથે સાથે ગ્રામજનો પણ હાલાકીમાં મુકાયા હતા. તંત્ર દ્વારા દર વર્ષે વરસાદી પાણીના કારણે જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે. તેનો કાયમી ઉકેલ લાવવા ગ્રામજનો સહિત વાહન ચાલકો દ્વારા માગ ઉઠવા પામી છે

વિડિઓ જર્નલિસ્ટ નિમેષ ચૌહાણ સાથે સત્યા ટીવી કરજણ

error: