મોસમના કુલ વરસાદમાં ૧૧૫૮ મિ.મિ. વરસાદ સાથે જિલ્લા માં મોખરાનું સ્થાન જાળવી રાખતો દેડીયાપાડા તાલુકો
નર્મદા જિલ્લામાં સરેરાશ કુલ ૯૦૦ મિ.મિ.વરસાદ નોંધાયો
નર્મદા જિલ્લામાંમેઘરાજાએ થોડો વિરામ લીધો છે. ઉઘાડ નીકળ્યો છે.પણ ડેડીયાપાડા માં વરસાદની હેલી હજી પણ ચાલુ રહી છે દેડીયાપાડાના આજે બે ઇંચ (૫૭ મિ.મિ.)વરસાદ નોંધાયો છે.
જયારે સૌથી ઓછો ગરૂડેશ્વર તાલુકામાં-૧૬ મિ.મિ. વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના નાંદોદ તાલુકામાં-૫૫ મિ.મિબે ઇંચ , સાગબારા તાલુકામાં–૨૧ મિ.મિએક ઇંચ , અને તિલકવાડા તાલુકામાં-૧૮ મિ.મિ. વરસાદ સાથે નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ-૯૦૦ મિ.મિ.વરસાદ નોંધાયો છે.
જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૧૧૫૮ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે તિલકવાડા તાલુકો-૯૮૮ મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, સાગબારા તાલુકો-૯૨૫ મિ.મિ. સાથે તૃતિય સ્થાને, ગરૂડેશ્વર તાલુકો-૮૨૧ મિ.મિ. સાથે ચોથા ક્રમે અને નાંદોદ તાલુકો-૬૦૮ મિ.મિ. વરસાદ સાથે પાંચમાં સ્થાને રહેવા પામ્યો છે.
જિલ્લાના વિવિધ ડેમોની સપાટીની પરિસ્થિતિ જોઇએ તો નર્મદા ડેમ- ૧૧૭.૩૩ મીટર, કરજણ ડેમ-૧૦૭ મીટર, નાના કાકડીઆંબા ડેમ-૧૮૭.૬૦ મીટર, ચોપડવાવ ડેમ-૧૮૭.૭૩ મીટર અને નર્મદા નદીનું ગરુડેશ્વર પાસેની ગેજ લેવલ ૧૬.૨૯ મીટરની સપાટી નોંધાઈ છે
દીપક જગતાપ, રાજપીપલા