Satya Tv News

ગુજરાતમાં કોરોના કેસમાં ગઈકાલ કરતાં ધરખમ વધારો જોવા મળ્યો છે. આજે છેલ્લા 24 કલાકમાં 742 નવા કોરોના વાયરસના કેસ નોંધાતા ચોથી લહેરના ભણકારા વાગી રહ્યા છે.જેની સામે 673 દર્દીઓ સાજા થઈ હેમખેમ ઘરે પરત ફર્યા છે. કેસમાં વધારો આવતા એક્ટિવ કેસની સંખ્યા પણ 4225 પહોચી ગઈ છે. કોરોનાથી ગંભીર અસરગ્રસ્ત 3 દર્દીની વેન્ટિલેટર પર સારવાર ચાલી રહી છે. રાહતની વાત એ છે કે આજે કોરોનાને લીધે કોઈ પણ દર્દીએ જીવ ગુમાવ્યો નથી. મહત્વનું છે કે સોમવારે કોરોનાના 511 કેસ પોઝિટિવ આવ્યા હતા. ગઈકાલે મંગળવારે 577 કેસ નોંધાયા હતા.

અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 254 કેસ, સુરત કોર્પોરેશનમાં 75, વડોદરા કોર્પોરેશનમાં 41, ભાવનગર કોર્પોરેશનમાં 40, જામનગર કોર્પોરેશનમાં 12, ગાંધીનગર કોર્પોરેશનમાં 24 અને રાજકોટ કોર્પોરેશનમાં પણ 11 કેસ કોરોના પોઝિટિવ નોંધાયા છે.

જો જિલ્લા પ્રમાણે કોરોના કેસની વાત કરીએ તો અમદાવાદમાં 260, સુરતમાં 107,વડોદરામાં 45 કેસ, ભાવનગરમાં 53,ગાંધીનગરમાં 47,જામનગરમાં 12 કેસ, રાજકોટમાં 24, જૂનાગઢમાં 2 કેસ, મહેસાણામાં 63,વલસાડમાં 22, કચ્છમાં 19 કેસ, પાટણમાં 19,દ્વારકામાં 9,નવસારીમાં 9 કેસ, અમરેલી,બનાસકાંઠા અને સાબરકાંઠામાં 8-8 કેસ, આણંદ,ભરૂચમાં 7-7 કેસ, ખેડામાં 4,મોરબીમાં 4, અરવલ્લીમાં 3 કેસપોરબંદર,સુરેન્દ્રનગરમાં 1-1 કેસ સામે આવ્યો છે.

error: