Satya Tv News

લાંચ અને ભ્રષ્ટાચાર કેસમાં સંડોવાયેલા IAS અધિકારી કે.રાજેશ પર CBIએ ગાળિયો કસ્યો છે.લાંબી તપાસ બાદ અંતે કે.રાજેશની ધરપકડ કરી લેવામાં આવી છે. હાલ તેમણે ગાંધીનગર ખાતે લઈ જવામાં આવ્યા છે. મહત્વનું છે કે કલેક્ટર પદેથી વ્યાપક ભ્રષ્ટાચારનો IAS અધિકારી કે.રાજેશ પર આરોપ છે.

ઉલ્લેખનીય છે કે, CBI તપાસના ધમધમાટ ધીરે-ધીરે વધતા કે.રાજેશની મુશ્કેલી દિવસે ને દિવસે સતત વધતી જાય છે. કે. રાજેશ સુરેન્દ્રનગરના કલેક્ટર હતાં તે સમયે સરકારી જમીનનો ખેલ પાડવાના વિવાદમાં તેઓ ફસાયા હતા. સૌરાષ્ટ્રમાં એરપોર્ટ નજીક 1 હજાર 47 એકર જમીનમાં કે. રાજેશ ફસાયા હતા. આ કેસમાં કે.રાજેશને સજા નહોતી મળી. જ્યારે અન્ય 2 GAS કેડરના અધિકારીને જેલની સજા ફટકારવામાં આવી હતી. આ બોગસ સરકારી દસ્તાવેજથી ચોટીલા, બામણબોર, મેવાસા અને શેખલીયામાં કૌભાંડ થયું હતું હતું. જેથી બામણબોરની જમીન મુદ્દે તપાસ થવા પર રાજકોટ કનેક્શન ખુલવાની શક્યતા છે.

error: