Satya Tv News

કરજણના કંડારી ગામે નવી નગરીનો બનાવ
વોશરૂમ માટે ગયેલ 50 વર્ષીય યુવાન નો પગ લપસી જતાં કાંસમાં તણાયો
કાંસ માં તણાઈ ને લાપત્તા બનેલ ઈસમ નું નામ સુરેશભાઈ ભુલાભાઈ રાઠોડ
હાલ યુવાન ની શોધખોળ હાથ ધરાઈ
યુવાન કાંસ ના પાણી માં તણાઈ ને લાપત્તા બન્યો.

કરજણ તાલુકા ના કંડારી ગામે શૌચ ક્રિયા અર્થે ગયેલાં 50 વર્ષીય આધેડ પુરૂષ નો પગ કાંસ ના પાણીમાં લપસી જવાના કારણે તણાઈ ને લાપત્તા બનતાં કરજણ ફાયર બ્રિગેડ ની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.

કરજણ પંથકમાં છેલ્લા ત્રણ દિવસ થી મેહુલિયો મન મૂકીને વરસી રહ્યો છે. જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયેલાં જોવા મળી રહ્યા છે. ત્યારે આજરોજ કંડારી ગામના 50 વર્ષીય આધેડ પુરૂષ નવીનગરી પાસે થી પસાર થતા કાંસ નજીક શૌચ ક્રિયા માટે ગયેલો હતો. તે દરમિયાન આધેડ પુરુષ નો પગ એકાએક કાંસ ના પાણી માં લપસી જતાં પાણી માં ગરકાવ થઈ ને લાપત્તા બન્યો હતો. જે અંગે ની જાણ સ્થાનિક રહીશો દ્વારા કરજણ ફાયર બ્રિગેડ અને તાલુકા વહીવટી તંત્ર ને કરાઈ હતી.જે બનાવ સંદર્ભે કરજણ ફાયર બ્રિગેડ ,કરજણ મામલતદાર ,પ્રાંત અધિકારી, નાયબ મામલતદાર સહિત ના અધિકારીઓ તત્કાલિક કંડારી ગામે પહોંચી કાંસ ના પાણીમાં તણાઈ ને લાપત્તા બનેલાં 50 વર્ષીય આધેડ ની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ અવિરત પડી રહેલા વરસાદ ના કારણે કાંસ માં સતત પાણી નો વધારો થઈ રહ્યો હોવાથી ફાયર બ્રિગેડ ની ટીમ ને આધેડ પુરુષ ને શોધવામાં ભારે હાલાકી પડી રહી હતી.જેના કારણે મોડી રાત સુધી આધેડ પુરુષ મળી આવ્યો ન હતો.આજરોજ ઘટેલી દુઃખદ ઘટના બાદ ગુરુકુલ પાછર ના ગોચર માંથી તંત્ર દ્વારા 80 લોકો નું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

વિડીયો જર્નાલિસ્ટ નિમેષ ચૌહાણસત્યા ટીવી કરજણ

error: